આહવા ખાતે યોજાયો મહિલા સશક્તિકરણ કાર્યક્રમ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડો.હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ-સુરત દ્વારા સંચાલિત સાવિત્રીબાઈ ફુલે મહિલા સશક્તિકરણ પ્રકલ્પ-ડાંગ દ્વારા મહિલા સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો.
ડાંગ જિલ્લાના ૪૦ ગામોમાં મહિલા સશક્તિકરણ અર્થે આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, અને સ્વાવલંબન જેવા વિષયે કામ કરતા સંસ્થાના પ્રયાશોના પરિપાકરૂપે આયોજિત ‘મહિલા સન્માન’ કાર્યક્રમમાં જિલ્લાની ૧૪૩૫ જેટલી મહિલાઓએ ઉપસ્થિત રહી જાગૃતિના દર્શન કરાવ્યા હતા.
આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના વાસુર્ણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિ ધામના સુશ્રી હેતલ દીદી તથા ડાંગની રૂપેરી પડદાની કલાકાર મોનાલીસા પટેલે વિશેષ ઉપસ્થિત રહી, મહિલાઓને સ્વાવલંબી બનવાની પ્રેરણા આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *