રિપોર્ટ, મયુર પટેલ


રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા પાંચ દિવસ ખાસ શિબિરનો પ્રારંભ નવનિર્માણ ઉત્તર બુનિયાદી હાઇસ્કુલ બામણવેલ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ગાંવિતના હસ્તે કરાવ્યો
રાષ્ટ્રીય સેવા યોજનાનો ૧૩મો ગૌરવમય શિબિર તારીખ ૨૮/૦૨/૨૦૨૩ થી ૦૫/૦૩/૨૦૨૩ સુધી યોજાયનાર છે જેના ઉદ્ઘાટન મંડળના પ્રમુખશ્રી ઠાકોરભાઈ સી દેસાઈ કા.સભ્યશ્રી નટવરલાલ દેસાઈ ગામના સરપંચશ્રી વિપુલભાઈ બામણવેલ હાઈસ્કૂલના ટ્રસ્ટી અને આચાર્ય અજયભાઈ રાઠોડની ઉપલબ્ધ સ્થિતિમાં સંપ્પન થયો.
બામણવેલ ગામમાં ૯૦૦૦ છોડવાની માવજત આ શિબિરમાં કરવામાં આવશે. શિબિરાર્થીઓ દ્વારા પાંચ દિવસ દરમિયાન આ છોડવાને ખેડ-પાણી ખાતરથી માવજત કરવામાં આવનાર છે અને ૫૦ જેટલા શિબિરાર્થી માટે આ કામગીરી એક અવિશ્મન અને જીવનભર યાદ રહી જાય તેવા અનુભવ રહેશે
શાળાના આચાર્ય સંજયસિંહ પરમાર દ્વારા એન.એસ.એસ જગતના ભીષ્મપિતાશ્રી એવા પ્રા.જશુભાઈ નાયક ના ૩૨ વર્ષના એન.એસ.એસ જીવનને આ કામગીરી અર્પિત કરવામાં આવી છે કા.સભ્યશ્રી નટવરલાલ દેસાઈ દ્વારા ગાંધીજીના જીવન સાથે સંકળાયેલ આ પ્રવૃત્તિ, આઝાદીના અમૃત મહોત્સવ સાથેના સમન્વય સુંદર વિદ્યાર્થીઓની ભાષામાં સમજાવી. આ અવસરે આભારવિધિ પરેશભાઈ દેસાઈ અને સંચાલ ફરહીનબેન દ્વારા કરવામાં આવ્યું ગુણવત્તા લક્ષી આ રાષ્ટ્રીય સેવા યોજના શિબિરની શિક્ષણ વિધિ દ્વારા નોંધ લેવામાં આવી છે