સમાજના નવા પ્રમુખ તરીકે આનંદભાઈ હરજીભાઈ ચૌધરી અને ઉપપ્રમૂખ તરીકે ગણેશભાઈ કલાભાઈ પટેલ ની નિમણુંક કરાઇ..

મહિલા ટીમ ની કન્વિનર ની જવાબદારી રીટાબેન પટેલ ને આપવામાં આવી..
ડીસા શહેર ચૌધરી (આંજણા) સમાજ નો વાર્ષિક સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ સ્પાર્કિંગ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો. કાર્યક્રમ ની શરૂઆત માં પ્રમુખશ્રી દ્વારા વર્ષ દરમિયાન થયેલા કાર્યક્રમો ની માહિતી આપવામાંઆવી સાથે ,મંત્રી દ્વારા વાર્ષિક હિસાબ રજુ કરવામાં આવ્યા.
ત્યાર બાદ વક્તા શ્રી એમ એન પટેલ દ્વારા સમાજ ના યુવાનો માટે ઉપયોગી કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું. ડો રીટાબેન પટેલ દ્વારા .“મહિલા સંમેલન” ના આયોજન અને
સ્તન કેન્સર ( Breast cancer )
વિષે માહિતી આપી . સમાજ ના આગેવાનો દ્વારા
સમાજ ના તેજસ્વી તારલાઓ અભ્યાસમાં અને રાજ્યકક્ષાએ તેમજ નેશનલકક્ષાએ વિવિધ સિદ્ધિઓ મેળવનારને સમાજ ના આગેવાનો દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા .
ડો રીટાબેન ની દિકરી ડો.રુત્વી નું પણ SOLA GMERS Med College ,Ahmedabad માંથી 1st ક્લાસ સાથે MBBS પાસ કરી ડોકટર બનવા બદલ સન્માન કરવામાં આવ્યુ .
કાર્યક્રમ માં પધારેલ દાતાશ્રીઓ નું પણ સાલ અને પુસ્પગુચ્છ થી સન્માનવામાં આવ્યા હતા.
ત્યાર બાદ નવીન ડીસા શહેર ચૌધરી સમાજ ના પ્રમુખ તરીકે આનંદભાઈ હરજીભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ ગણેશભાઈ કલાભાઈ પટેલ ની નિમણુક કરવામાં આવી. નવીન ટીમને ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર કારણકે મને મહિલા ટીમ’ની કન્વિનર બનાવીને સમાજની બહેનોની જવાબદારી આપી .
ત્યાર બાદ સરસ ભોજન પ્રસાદ નું આયોજન રાખવામાં આવ્યું હતું .ખૂબ સરસ આયોજન અને વ્યવસ્થા પ્રમુખ ભાનુભાઈ અને કારોબારી દ્વારા કરવામાં આવી અને સરસ સ્ટેજ સંચાલન હરજીભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું .
આનંદ ઠકકર ડીસા