

અમદાવાદ થી ડાકોર જતાં ભક્તિ પથ પર આજકાલ ડાકોર માં કોણ છે રાજા રણછોડ છે અને ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલી જેવા ભજનો થી ગુંજી રહ્યો છે. રાજા રણછોડ ના હજારો ભક્તો નો એક મહાસાગર દિવસ – રાત પગપાળા ચાલી અવિરત પણે રણછોડ રાય ના મંદિરે ફાગણ સુદ પૂનમ ના રોજ સફેદ ધજા ચડાવવા ધ્યેય સાથે જઇ રહ્યા છે ત્યારે ડાકોર જતા પદયાત્રી માટે સેવા ભાવિ સંસ્થા ઓ એ પણ કઈ કસર નથી છોડી સેવા કરવા ની ત્યારે મહુધા પાસે આવેલા બોરડી ગામે વૃંદાવન ધામ ખાતે ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા ડાકોર જતા પદયાત્રી માટે મફત મેડિકલ સેવા નો કેમ્પ ખોલવા માં આવ્યો હતો જેમાં રૂપેશ મોરડિયા, જગદીશ મુંગલા, સંજયભાઈ, મુકેશભાઇ, અજિત પટેલ, મંથન દોંગા અને બીજા ઘણા સેવા ભાવિ મિત્રો દ્વારા દિવસ રાત 24 કલાક દવા ડ્રેસિંગ જેવી પ્રાથમિક સારવાર આપી લોકો ની મુશ્કેલી ઓ દૂર કરી હતી.