આહવા સરકારી કોલેજમા G-20 અંગે એક દિવસીય સેમિનાર યોજાયો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: 10: સરકારી વિનયન અને વાણિજય કોલેજ, આહવા-ડાંગ ખાતે શિક્ષણ વિભાગના દિશા નિર્દેશાનુસાર આચાર્યશ્રીના ડો.યુ.કે.ગાંગુર્ડે (G20 જીલ્લા નોડલ ઓફિસરશ્રી), ના માર્ગદર્શન હેઠળ યુવાનોમા G-20 અંગે જાગૃતિ આવે તે હેતુથી ‘G-20 Engagement group and working group’ વિષય ઉપર એક દિવસીય સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ.

સેમિનારમા કોલેજના અધ્યાપકો દ્વારા 15 સંશોધન લેખોનુ વાંચન કરવામા આવ્યુ હતુ. જેમા ભારતીય અધ્યાત્મ, સિગ્રીફીકેટસ ઓફ મીલેટ્સ G-20માં ભારતીય નાણાકીય વ્યવસ્થા ઉપર એક નજર, વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિ, ડાંગના પ્રવાસન સ્થળો પર રોજગારી મેળવતા આદિવાસી કુટુંબોનો આર્થિક અભ્યાસ, પર્યાવરણ અને ટકાઉ વિકાસ, ભારતીય સંસ્કૃતિમાં નૈતિક મૂલ્યો, G-20 લોગો અને વસુધૈવ કુટુંબકમ જેવા વિષયો ઉપર સંશોધન લેખોનુ વાંચન કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમમા કોલેજના પ્રાધ્યાપક શ્રી ગૌરાંગભાઇ ગાઈન (G20 કોલેજ નોડલ ઓફિસરશ્રી), શ્રીમતી ડો. હેતલ રાઉત (કો-ઓર્ડીનેટર) તથા કોલેજના તમામ પ્રાધ્યાપકો અને 89 વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *