





ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર તેમજ વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલી ગાંધીનગર મહાનગરમાં રહેતી પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવતી ૨૫ મહિલાઓનું ‘સુષ્મા સ્વરાજ એવોર્ડ-૨૦૨૩‘ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ કાર્યાલય શ્રી કમલમ, સેકટર ૨૧ ખાતે તા.૧૪ માર્ચ ૨૦૨૩ના રોજ આયોજિત કાર્યક્રમમાં મેયરશ્રી હિતેશ મકવાણા, વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, પ્રદેશ મહિલા મોરચા ઉપપ્રમુખ ચંદ્રિકાબેન, મંત્રી શ્રીમતી શ્રદ્ધાબેન ઝા, શહેર ભાજપ મહામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ પ્રિયા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજ માટે પ્રેરણારૂપ બની વિશિષ્ટ યોગદાન આપતી સૌ મહિલાઓના યોગદાનને સૌ એ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા તેમજ આગામી સમયમાં પણ તેઓ આજ પ્રકારે સમાજ માટે ઉદાહરણ રૂપ પ્રવૃત્તિઓ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
‘સુષ્મા સ્વરાજ એવોર્ડ-૨૦૨૩‘થી સન્માનિત કરાયેલ મહિલાઓની યાદી આ અખબારી યાદી સાથે જોડેલ છે.