શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી સી.આર. પાટીલનો જન્મદિવસ ઉજવાયો.

સેકટર-૨ ના સરકારી દવાખાનામાં ટી.બી ના દર્દીઓને અનાજ કીટ તેમજ સેકટર-૭ ની સેવા વસ્તીમાં બાળકો અને મહિલાઓને સ્લીપરનું વિતરણ કરવામાં આવ્યું.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલના જન્મદિન નિમિત્તે શહેર ભાજપ દ્વારા સેકટર-૨ સ્થિત સરકારી દવાખાના ખાતે ટીબીના દર્દીઓને અનાજ કીટનું વિતરિત કરવામાં આવી હતી તેમજ સેક્ટર-૭ ની સેવા વસ્તી ખાતે બાળકો અને મહિલાઓને સ્લીપરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા, શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશ મકવાણા, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, પ્રભારીશ્રી મોહનભાઈ પટેલ સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સી.આર.પાટીલના આરોગ્યપ્રદ દીર્ઘાયુ માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *