

આજરોજ નિયામક આયુષ ની કચેરી ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા આયુર્વેદ શાખા મહેસાણા દ્વારા વિજાપુર માં રોટરી હોલમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું
આ આયુષ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર. પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ.આરોગ્ય સમિતિ ચેરમેન અવચળ ભાઈ ચૌધરી. રાજુભાઈ પટેલ રોટરી ક્લબના પ્રમુખ શાંતિભાઈ પટેલ તથા બીજા ઘણા બધા મહાનુભાવો તથા મહેમાનો હાજર રહ્યા હતા આ આયુષ મેળામાં જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ શ્રુતી જૈન દ્વારા મહેમાનોનું શાબ્દિક અને આયુર્વેદ ઔષધી પ્લાન્ટ થી સ્વાગત કરવામાં આવ્યું હતું
ત્યારબાદ મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતો આ આયુષ મેળા વિભાગ અંતર્ગત કરવામાં આવતી કામગીરી હર દિન હર ઘર આયુર્વેદ વિશે માહિતી આપવામાં આવી હતી જિલ્લા પંચાયતના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દ્વારા તથા અન્ય મહાનુભાવો દ્વારા પણ આયુષ પ્રણાલી વિશે દિનચર્યા અપનાવવામાં આવે તે કઈ રીતે સ્વસ્થ રહી શકાય તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ જેમાં કુપોષિત બાળકો કિશોરીઓ
અને સગર્ભા ધાત્રી માતા આયુષ મેડિસિન આપવામાં આવી હતી આયુષ મેળામાં વિવિધ આયુર્વેદ હોમિયોપથી પ્રદર્શની . યોગ પ્રત્યક્ષ નિદર્શન આયુષ નિદાન અને સારવાર કેમ્પ અગ્નિકમૅ. સુવર્ણ પ્રાસન વગેરે સારવાર પદ્ધતિઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે આયુષ મેળાનો બહોરા પ્રમાણમાં અત્યારે જનતા દ્વારા લાભ લેવામાં આવેલ છે
મહેસાણા
રીપોર્ટર ચેતન પટેલ