રિપોર્ટ, મયુર પટેલ

રૂ ૧ લાખથી ધનરાશિ પ્રાપ્ત:ગ્રામ્ય વિસ્તારની શ્રેષ્ઠ શાળા
છેલ્લા ૩ વર્ષમાં રાષ્ટ્રીયકક્ષાએ રમત,વિજ્ઞાન.કલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહન યોજના અન્વયે જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની ૨ અને શહેરની ૧ શાળાની ૧ લાખ રૂપિયાનું પ્રોત્સાહન શૈક્ષણિક ગુણવતાને ધ્યાનમાં રાખી આપવામાં આવેલ છે.
નવસારી જિલ્લામાં આવેલ ગ્રાન્ટેડ /સરકારી શાળામાંથી ગ્રામ્ય સ્તરે વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષમાં બી.એલ. પટેલ સર્વવિદ્યા મંદિર શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ થઈ છે જેને 1 લાખ રૂ ની ધનરાશિ પ્રાપ્ત થઈ છે
આ યોજનામાં ભાગ લેવા છેલ્લા ૩ વર્ષનું સરેરાશ પરિણામ ૭૫% (ધોરણ 10/12)નું હોવું જરૂરી છે શાળા ભાવવરણ ૩૦ ગુણ,અસરકારક વર્ગકાર્ય ૨૦,સહ અભ્યાસિક પ્રવતિઓ અને પરિણામલક્ષી લોકભાગીદારી ૩૦ અને પ્રેરક વિશેષતા ૨૦ ગુણ આમ ૧૦૦ ગુણમાંથી મૂલ્યાંકન કરવામાં આવે છે.
બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા દ્વારા વિભાગમાં શ્રેષ્ઠ કામગીરીના પુરસ્કાર તાલુકાકક્ષાથી રાષ્ટ્રીય કક્ષાએ પ્રાપ્ત કરેલ છે શાળામાં મેળવેલ સિદ્ધિઓ જેમાં પર્યાવરણ ક્ષેત્રે ઉષ્કૃષ્ઠ કામગીરી માટે સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા વન મહોત્સવની શ્રેષ્ઠ કામગીરીનું બહુમાન પ્રાપ્ત થયેલ છે “સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર” માનનીય કલેકટરશ્રી દ્રારા પ્રાપ્ત થયેલ છે રમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ વિદ્યાર્થીઓ સિદ્ધી પ્રાપ્ત કરેલ છે વિજ્ઞાનક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત થયેલ શાળાએ રાષ્ટ્રીય ક્ક્ષા ઉપરાંત રાજ્યક્ક્ષાએ કલાઉત્સવ,નિબંધ, વક્રતૃત્વક્ષેત્રે ઉત્કૃષ્ઠ દેખાવ રહયો છે જિલ્લામાં અંતરિયાળ વિસ્તાર હોવા છતાં ૧૪૦૦ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે.
શ્રી સયાજી વૈભવ લાયબ્રેરી દ્રારા “આઝાદીના અમૃત મહોત્સવ”ની શ્રેષ્ઠ કામગીરીનો દ્રિતીય ક્રમનો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે શાળા દ્રારા જે.આર.સી,એન.સી.સી નેવી., એન.એસ.એસ, ઇકો ક્લબ,વિજ્ઞાન મેળાની શ્રેષ્ઠ કામગીરી વિતેલા વર્ષોમાં થઇ છે.
શાળાની આ સિદ્ધિ આચાર્યશ્રી સંજયસિંહ પરમાર અને સમગ્ર ટીમની છેલ્લા ૧૫ વર્ષની મહેનતની ફળશ્રુતિ છે શાળાના કર્મચારી શિક્ષકોના સમયદાન બાળકો-વાલી પ્રત્યેની અભિમુખતા સતત નવા પ્રવાહોને અપનાવવાની શૈલી કારણભૂત છે.
આ સિદ્ધિ બદલ સંચાલક મંડળના પ્રમુખશ્રી ઠાકોરકાકા,મંત્રીશ્રી જશુભાઈ નાયક,ડી.ઈ.ઓ. ડૉ.રાજશ્રીબેન ટંડેલ, ટ્રસ્ટી, કેળવણીકારો અને વાલીઓ દ્રારા અભિનંદન પાઠવ્યા છે.