
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
મોડાસા શહેરમાં જુલેલાલ ભગવાનનો ૧૦૭૩ વર્ષની જન્મજયંતી ચેટીચાંદ નિમિત્તે સિંધી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ગુરુદ્વારા, શ્રીનગર સોસાયટી થી માલપુર રોડ, મેઘરજ રોડ અને ઉમિયા ચોક ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રામાં ડીજે સાથે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.