ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલની સેકટર ૧૯ સ્થિત સ્પેશ્યલ ચિલ્ડ્રન હોમના રિનોવેશન અંગે રાજ્ય સરકારને રજૂઆત

HIV ગ્રસ્ત દીકરાઓ સંપૂર્ણ રીતે પરિપક્વ બને અને તેમના ભવિષ્ય તેમજ અમૂલ્ય જીવન અંગે સભાનતા કેળવે તે હેતુથી સ્પેશ્યલ ચિલ્ડ્રન હોમમાં રહેવાની ૧૮ વર્ષ સુધીની વયમર્યાદામાં વધારો કરી ૨૨ થી ૨૫ વર્ષ કરવા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલની માંગ

ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગરના સેકટર ૧૯ સ્થિત સ્પેશ્યલ ચિલ્ડ્રન હોમ ખાતે HIV ગ્રસ્ત હોય તેવા અનાથ તેમજ સિંગલ પેરેન્ટ દીકરાઓનો ૨ વર્ષની ઉંમર થી ૧૮ વર્ષ સુધીની વય થાય ત્યાં સુધી ઉછેર કરવામાં આવે છે. આજ પ્રકારે સુરત ખાતે HIV ગ્રસ્ત દીકરીઓને સુવિધા આપવામાં આવે છે. ઘણા વર્ષો વીતવાથી સ્પેશ્યલ ચિલ્ડ્રન હોમની ઈમારતમાં રીનોવેશનની આવશ્યકતા જણાઈ રહી છે ત્યારે આ બાબતે રાજ્યની પ્રજાવત્સલ ભાજપા સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાને સકારાત્મક અભિગમ અપનાવી આ અંગે સુખદ નિર્ણય કરી બાળકોની સુવિધામાં વધારો કરવામાં આવે આવે તે માટે વિસ્તારના વિકાસ તેમજ જનતાના પ્રશ્નો અંગે સતત સક્રિય અને કાર્યશીલ એવા યુવા મહિલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે રજૂઆત કરી છે.

સ્પેશ્યલ ચિલ્ડ્રન હોમ ખાતે બાળકો ૧૮ વર્ષના થાય ત્યારબાદ નજીકના સગાને સોંપવામાં આવે છે. બાળપણથી સ્પેશ્યલ ચિલ્ડ્રન હોમમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૮ વર્ષની ઉંમરે નવા સ્થાને જતા ભૂતકાળમાં ૨ દીકરાઓએ આત્મહત્યા કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે દીકરાઓ સંપૂર્ણ રીતે પરિપક્વ બને અને તેમના ભવિષ્ય તેમજ અમૂલ્ય જીવન અંગે સભાનતા કેળવે તે હેતુથી ૧૮ વર્ષની વયમર્યાદામાં વધારો કરી ૨૨ થી ૨૫ વર્ષ કરવા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે સરકારશ્રી સમક્ષ માંગ કરી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *