
- હૃદયરોગના હુમલામાં સીપીઆરથી ફર્સ્ટ રિસ્પોન્ડર જીવ બચાવી શકે
- ભરૂચ જિલ્લા ભાજપ, ડો.સેલ, આરોગ્ય વિભાગ અને મેડિકલ સ્ટાફ દ્વારા ટ્રેનિગનું કરાયું આયોજન

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
ભરૂચ જિલ્લા ભાજપ, ડોકટર .સેલ, આરોગ્ય વિભાગ, અને મેડિકલ સ્ટાફ દ્વારા અંકલેશ્વર ના શારદા ભવન ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ સીપીઆર ટ્રેનિગનું આયોજન કરાયું હતું જેમાં હૃદયરોગના હુમલામાં ફર્સ્ટ રિસ્પોન્ડર બની કોઈનો જીવ બચાવવાની તાલીમ અપાઈ હતી.







મહામારી કોરોના બાદ કાર્ડિયાક એરેસ્ટના વધતા કેસો સામે ગુજરાત સરકાર અને ભાજપ દ્વારા રાજ્યભરમાં 38 સ્થળોએ સીપીઆર ટ્રેનિંગ આપવાનો કાર્યકમ યોજાયો હતો.ભરૂચ જિલ્લામાં પણ ભાજપ, ડોક્ટર .સેલ, આરોગ્ય વિભાગ, અને મેડિકલ સ્ટાફ દ્વારા અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ ડોક્ટર સેલ ના પ્રમુખ ડોક્ટર નિલેશ દેસાઈ ની અધ્યક્ષતા હેઠળ સીપીઆર ટ્રેનિગનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપ કાર્યકર્તા, આરોગ્ય વિભાગનો સ્ટાફ, અને નાગરિકો ને હૃદયરોગના હુમલામાં ફર્સ્ટ રિસ્પોન્ડર બની કોઈનો જીવ બચાવવાની તાલીમ અપાઈ હતી.આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ ,નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ ભરત પટેલ જિલ્લા આરોગ્ય સમિતિ ના ચેરમેન આરતીબેન પટેલ સહીત ના હોદ્દેદારો .અને તબીબો,તેમજ સ્ટાફ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હજાર રહ્યાં હતાં