સુરત ખાતે લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ દિવ્યાંગ ભાઈઓ-બહેનો માટે સદાય કાર્યરત રહેતા કર્મયોગીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા.

સુરત ખાતે શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં માન. શિક્ષણ રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ દિવ્યાંગ ભાઈઓ-બહેનો માટે સદાય કાર્યરત રહેતા કર્મયોગીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા.

દિવ્યાંગ ભાઈ-બહેનોને જીવનમાં ક્યાંક કોઈ બાબતનો ખાલીપો અનુભવાય નહીં તેવા ઉદ્દેશ્ય સાથે શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા થઈ રહેલી વિવિધ પ્રવૃતિઓ સરાહનીય છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ ભાઈ-બહેનોને “દિવ્યાંગ” નામ આપી એમણા તરફ જોવાનો લોકોનો દ્રષ્ટિકોણ બદલ્યો છે, ત્યારે માનવી હોવાના નાતે આપણે નૈતિક ફરજના ભાગરૂપે “તિરસ્કાર નહીં પરંતુ સહકારરૂપી સ્વીકાર” કરી આદર અને સંવેદના સાથે આપણા વિવિધ ઉત્સવો દિવ્યાંગજનો સાથે ઉજવીને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા આ તકે માન. શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *