સ્વીમેર હોસ્પિટલ ખાતે માન. રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં CPR (Cardiopulmonary Resuscitation) ટ્રેનિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું,

“સેવા હી સંગઠન” ના માધ્યમથી કાર્યરત ભાજપ દ્વારા યુવાઓમાં હાર્ટ એટેક સંબંધિત જાગૃતિ આવે તે હેતુસર સુરત મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, સ્વીમેર હોસ્પિટલ ખાતે માન. રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં CPR (Cardiopulmonary Resuscitation) ટ્રેનિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, CPR ની ટ્રેનિંગ આજના સમયની માંગ બની ગયું છે. હૃદયરોગના હુમલા દરમિયાન તે વ્યક્તિને તાત્કાલિક સારવાર આપવી અત્યંત આવશ્યક છે અને આવા સમયે CPR જરૂરી છે. કાર્યકર્તાઓને આ ટ્રેનિંગ આપીને માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી અને માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જનસેવાના સંકલ્પને સાર્થક કરી રહી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *