મહુવા તાલુકાનું ભગવાનપુરા ગામ માં બીએપીએસ સ્વામિનારાયણ દ્વારા બાળ સંસ્કાર કેન્દ્ર માં બાળકો ઉત્તીર્ણ થાય તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યો

રિપોર્ટ ,મયુર પટેલ

મહુવા તાલુકા નો ભગવાનપુરા ગામમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ધર્મજાગરણનો અવિરત કાર્ય અને સેવા કાર્યો થઈ રહ્યા છે સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા આગામી તારીખ 5 એપ્રિલ થી શરૂ થઈ રહેલી વાર્ષિક વાર્ષિક પરીક્ષામાં બાળકો ને પ્રોત્સાહિત કરવા તથા સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થવા એક ક્લિપ પાટીયુ તથા બોલપેન ,પેન્સિલ ,રબર, સંચા ની કીટ પાવુંચ નું 60 જેટલા બાળકો બાલિકાઓને વિતરણ કરવામાં આવ્યું
હરિ ભગત અને બીએપીએસ મંદિર ભગવાન પુરા ના ટ્રસ્ટી શ્રી રણજીતભાઈ ગરાસીયા મંદિરના વિવિધ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને તેઓ ટ્રસ્ટી તરીકેની સેવા બજાવી રહ્યા છે તેમના અનુદાનથી બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો, અભ્યાસ સાથે સંસ્કાર, ચારિત્ર્ય ઘડતર નાં પાઠ ભણાવતી બાળપ્રવૃતિના
પ્રેરક પ.પૂ. મહંતસ્વામી મહારાજની રુચિ મુજબ બાળક ચારિત્ર્યવાન, સંસ્કારથી, અભ્યાસ માં સુસજ્જ હશે તો તેમનાં કુટુંબને, ફળીયાને, ગામને . આદર્શ વ્યક્તિની આઞેવાની મળશે દરેક બાળકો સાથે વ્યક્તિગત મુલાકાત કરી શુભેચ્છા પાઠવી..અને આદર્શ બાળક બનવા પ્રેરણા આપી મીઠું મોઢું કરાવી ને વિદાય આપી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *