
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે સેવા ના ભાવ સાથે જોડાયેલ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 30 માર્ચ 2023 (રામનવમી) થી 06 એપ્રિલ 2023 ને હનુમાન જયંતિ નિમિત્તે 7 દિવસીય પક્ષીઓ માટે કુંડા તેમજ માળા વિતરણ કાર્યક્રમ યોજાયો
ઉનાળામાં ગણાય બધા પક્ષીઓ તરસ ના કારણે મૂત્યું પામે છે તે નિમિત્તે આજ રોજ મોડાસા ખાતે આવેલ બહેરામુંગા શાળા ખાતે પાણી ના કુંડા લગાવામાં આવ્યાં આ કાર્યક્રમ મા સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ વંદન રાવલ, મંત્રી વિશાલ ભાઈ જોષી, ઉપપ્રમુખ શુભમ ભાઈ શાહ, તેમજ તમામ સભ્યો હાજર રહ્યા હતાં અને બહેરામુંગા શાળા ના પ્રમુખ શ્રી ડૉ.ટી. બી.પટેલ સાહેબ, ટ્રસ્ટી શ્રી મનુ ભાઈ ,પ્રરીન ભાઈ તેમજ દિપ્તી બેન હાજર રહ્યાં હતાં અને શાળા પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.