
જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

શોભાયાત્રા શહેર ના વિવિધ વિસ્તારો માં ફરી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર માં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા

ભારતની પવિત્ર ભૂમિની ખાસિયત છે વિવિધતામાં એકતા. ભારતમાં વિવિધ ધર્મોનું અનુસરણ કરતા લોકો વસે છે. તેથી જ ભારતમાં તમામ ધર્મોને લગતા ઘણા બધા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર ના પંચાતી બજાર નજીક આવેલ જૈન દેરાસર ખાતે જૈન સમાજ ના 24 માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી . શોભાયાત્રા પંચાતી બજાર પાસે આવેલ જૈન દેરાસર ખાતે થી નીકળી શહેરના વિવિધ વિસ્તારો માં ફરી હતી અને જૈન દેરાસર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ શોભાયાત્રા માં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતાજો કે શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો