
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
નેત્રંગ તાલુકા મથકના જીનબજારથી માકઁટયાડઁ સુધીનો રસ્તા બિસ્માર હાલતમાં હતા.વરસાદી પાણી ભરાતા માકઁટયાડઁમાં માલધારી વાહનોને અવરજવર કરવા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.સ્થાનિક રહીશોએ રસ્તાના નવીનીકરણ માટે અનેકોવાર રજુઆત કરવા છતાં પરીણામ શુન્યું રહ્યું હતુ.પરંતુ નેત્રંગ ગ્રા.પંચાયતમાં સત્તા પરિવર્તન થયા બાદ સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ અને ગ્રા.પંચાયતના સભ્યો રસ્તાના નવીનીકરણનું બિડું ઉપાડ્યું હતું.જેમા નેત્રંગ ગ્રા.પંચાયત હસ્તક રૂ.૯ લાખના ખચઁ સીસી રસ્તાનું નિમૉણ કરવામાં આવ્યું હતું.જેનું ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાના હસ્તે લોકાપઁણ કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.જે દરમિયાન સરપંચ,સભ્યો અને જીલ્લા-તાલુકા પંચાયતના સભ્યો સહિત સંગઠનના હોદ્દેદાર અને ગ્રામજનો જોડાયા હતા.