



રિપોર્ટ મયુરપટેલ
રાજ્યવ્યાપી કાર્યક્રમ ‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તાર સ્થિત અંબાજી માતાના મંદિર અંબિકાનિકેતન ખાતે સાંસદશ્રી સી.આર.પાટીલ અને રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ્લભાઇએ માં અંબાનાં આશીર્વાદ સાથે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનમાં સમગ્ર દેશવાસીઓને જોડવાની મુહિમને પગલે દ્વારકા, પાવાગઢ, સોમનાથ, ગિરનાર સહિત રાજ્યના ૨૬ સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામોને સ્વચ્છ રાખવાના હેતુસર ‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’ની શરૂઆત કરાઈ છે. અખાત્રીજના પાવન દિવસે શરૂ કરાયેલી સ્વચ્છતા ઝુંબેશને નિરંતર આગળ ધપાવવા માટે દર મહિને સફાઈ કાર્યક્રમ યોજવામાં આવશે.
આ પ્રસંગે મેયરશ્રી હેમાલીબેન બોધાવાલા, મ.ન.પા કમિશનરશ્રી શાલિની અગ્રવાલ, ડે.મેયરશ્રી દિનેશભાઈ જોધાણી, અગ્રણીશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ અરવિંદ રાણા અને પૂર્ણેશ ભાઈ મોદી સહિત ધારાસભ્યશ્રીઓ તેમજ કોર્પોરેટરશ્રીઓ અને મહાનગર પાલિકાના સફાઈકર્મચારીઓ ઉપસ્થિત હતા.