અગ્રણીઓનું દિશા સુચક માર્ગદર્શન અને કાર્યકર્તાઓની અથાક મહેનત થકી અબડાસાનો ઈતિહાસ બદલાયો
આજરોજ જાહેર થયેલા અબડાસા વિધાનસભા પેટા ચુંટણી અનુસાર આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ડો . શાંતિલાલ સેંઘાણીને ૩૭ હજારથી વધુ મતોથી હરાવીને વિશાળ તફાવતથી ચુંટણી જીત્યા છે . પ્રદ્યુમનસિંહની આજની આ ઐતિહાસીક જીત વખતે અનેક વિકમો સર્જાયા છે . વિધાનસભામાં પ્રથમ ક્રમાંકની બેઠક ગણાતી અબડાસા બેઠકના મતદારોનો મિજાજ હંમેશા નોખો રહયો છે . આઝાદીકાળથી આજ દિન સુધી કોઈ પણ ધારાસભ્યને બીજી વાર ન ચુંટવાની અબડાસાના મતદારોની એક અકળ પરંપરા રહી છે . પરંતુ પ્રદ્યુમનસિંહે સતત બીજી વખત આ બેઠક કન્જ કરીને અબડાસા વિધાનસભાનો ૭૦ વર્ષનો ઈતિહાસ તોડયો છે . બીજું કે આટલી વિશાળ સરસાઈના તફાવતથી અબડાસા વિધાનસભા પર કોઈ ઉમેદવાર જીત્યા હોય એવો આ સૌ પ્રથમ પ્રસંગ છે . આજ રોજ સવારે પ્રારંભ થયેલી લખપત તાલુકાની મતગણતરીથી જ લગભગ દરેક બુથ પર પ્રદ્યુમનસિંહે નોંધપાત્ર સરસાઈ મેળવીને એક એક ઐતિહાસીક પ્રચંડ વિજયના અણસાર આપી દીધા હતા . બલ્ક જવલ્લે જ જોવા મળે એ રીતે લખપત તાલુકામાં પણ ભારતીય જનતા પાર્ટીને આ વખતે નોંધપાત્ર સરસાઈ પ્રાપ્ત થઈ હતી . આ ભવ્ય વિજય બાદ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે , આ વિજય એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રસ્થાપિત કરેલી વિકાસની રાજનીતીનો વિજય છે . આ વિજય હજારો કાર્યકર્તાઓની સંગઠન શકિત અને સંઘ ભાવનાનો વિજય છે . આ વિજય વાસ્તવમાં અબડાસાના શાણા અને સમજુ મતદારોનો છે કે જેમણે ભારતીય જનતા પાર્ટીના સુશાસનના મંત્રને અપનાવ્યો તેમજ પ્રદ્યુમનસિંહ જાડેજા જેવા સાચા અને સમર્થ લોકસેવકની નિષ્ઠા અને જાણી સમજીને ફરી એક વખત અબડાસાની સેવા કરવાની તક પુરી પાડી . શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ તેમના શુભેચ્છા સંદેશ દ્વારા જણાવ્યું હતું કે , અબડાસાવાસીઓએ ફરી વખત સાચા હિરાની ઓળખ કરી છે જે બદલ તેમની સમજણને સલામ છે . પ્રદ્યુમનસિંહ જેવો ઓલીયો અબડાસાની ઉન્નતી અને ઉત્થાનનો ભેખ પહેરીને જનમત માંગવા અબડાસાની જનતા વચ્ચે નીકળી પડયો હોય ત્યારે તેમની નિયત અને નિતીમતાનું યથાર્થ મુલ્યાંકન કરીને પ્રત્યેક બુથ પર ખોબે ખોબા ભરીને મતો આપીને નો રીપીટની પરંપરાગત પ્રથાને જાકારો આપીને પ્રદ્યુમનસિંહને ફરી એક વખત અબડાસાના પ્રગતિપથનું સંચાલન સોંપવા પ્રજાએ ઐતિહાસીક જીત અપાવી છે . વધુમાં તેમણે ઉમેર્યું હતું કે , આ વિજયનો એટલો જ શ્રેય કચ્છ જિલ્લા ભાજપ સંગઠન તેમજ અનેક નામી – અનામી કાર્યકરોને પણ જાય છે . રાજયમંત્રી વાસણભાઈ આહિરે પણ પ્રદ્યુમનસિંહને અભિનંદન આપતા જણાવ્યું હતું કે , આજે અબડાસાની ધરતી પર ઈતિહાસ રચાયો છે . આ ઈતિહાસના શીલ્પી બનેલા અસંખ્ય કાર્યકર્તાઓ ખરેખર અભિનંદનને પાત્ર છે . અલ્પ અભ્યાસ હોવા છતાં પણ અબડાસાના વિકાસ અને ગૌરવ માટેની પ્રદ્યુમનસિંહના હૈયામાં સદાય ધબકતી એક જીવતં ચેતના તેમની જીત માટે કારણભૂત છે . વિજયભાઈ રૂપાણીની સરકારે પણ મોદીજીની પરંપરા આગળ વધારીને કચ્છ માટે હંમેશા વિશેષ અનુરાગ દર્શાવ્યો છે જે અંતર્ગત પાછલા અઢી વર્ષમાં તેમના શાસનકાળમાં પ્રદ્યુમનસિંહની માંગણી અનુસાર અગણીત વિકાસ કાર્યો હાથ ધરાયા છે જે પણ આજની આ વિરાટ જીત પછવાડે કારણભૂત છે . સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે , તાજેતરમાં જ કચ્છ પધારેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે તેમના સૂક્ષ્મ અવલોકન અને દીર્ઘ રાજકીય કારકીર્દીના અનુભવના નીચોડ સ્વરૂપે જણાવ્યું હતું કે , અબડાસાની બેઠક ભાજપ ૪૦ હજાર મતોની સરસાઈથી જીતશે . તેમની આ વાત આજે સત્ય સાબિત થઈ છે . પાટીલ સાહેબ દ્વારા નવસારીમાં લોકસભા ચૂંટણી વખતે જે પેજ કમીટીના સભ્યો બનાવવાની રણનીતી અપનાવવામાં આવી હતી એ જ પધ્ધતિથી કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સમગ્ર અબડાસા મત વિસ્તારમાં ૩૫ હજાર જેટલા પેજ કમીટીના સભ્યોની નિયુકિત કરી તેમને કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા . આ સમગ્ર પ્રક્રિયા થકી આજની ભવ્ય જીતના પાયાનું મંડાણ થયું હતું . આગળ જતા હવેથી આ અબડાસા મોડલને દેશમાં વિવિધ સ્થળોએ યોજાનાર ચુંટણીમાં અપનાવવામાં આવશે એવું ચોકકસપણે કહી શકાય . આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન અગ્રેસર રહીને પક્ષે સોંપેલી વિશિષ્ટ જવાબદારીઓનું સુપેરે વહન કરીને અબડાસાની યાદગાર જીત પાછળ જૈમનો સિંહફાળો ગણી શકાય એવા પ્રભારી મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોર , ઝોન મહામંત્રી કે.સી. પટેલ , પ્રદેશ ભાજપ મંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ પણ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે , આ જીત એ માત્ર ભાજપની કે પ્રદ્યુમનસિંહની નહીં પરંતુ અબડાસાની જનતાએ મુકેલા વિશ્વાસની જીત છે અને આ માધ્યમથી અમે સૌ ખાતરી આપીએ છીએ કે અબડાસાવાસીઓનો દાપી નિરર્થ નીવડે . ભવ્ય વિજયના પછવાડે | કચ્છ ભાજપ પરિવારની સામુહિક ! – શકિત જવાબદાર છે . . વિવિધ જિલ્લા પંચાયત બેઠકો પર નિમાયેલા ઈન્ચાર્જશ્રીઓ , બન્નેય તાલુકાના મુખ્ય ઈન્ચાર્જ શ્રીઓ , તાલુકા પંચાયત બેઠકોના ઈન્ચાર્જ શ્રીઓ તેમજ શકિત કેન્દ્રોના પ્રમુખોની દિવસોની અવિરત , અથાક મહેનત થકી જ આવું ઝમકદાર પરિણામ પ્રાપ્ત થઈ શકયું છે . જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મબ્રસિંહ સોઢા , ધારાસભ્યો ડો.નિમાબેન આચાર્ય , વિરેન્દ્રસિંહ જાડેજા , માલતીબેન મહેશ્વરી , કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રીઓ અનિરૂધ્ધભાઈ દવે , વલ્લમજીભાઈ હુંબલ , શૈલેન્દ્રસિંહ જાડેજા , વિધાનસભા ઈન્ચાર્જ જયસુખભાઈ પટેલ , પ્રવિસિંહ વાઢેર સહિતના પક્ષના વિવિધ હોદેદારો , ચુંટાયેલા જન પ્રતિનિધીઓ , બનાસકાંઠા , પાટણથી આ પેટા ચુંટણી અન્વયે વિશેષ પ્રચારાર્થે આવેલા કાર્યકર્તાઓ સહિત અનેક સ્થાનિક કાર્યકરો દ્વારા પ્રદ્યુમનસિંહ જાડેજાને શુભેચ્છાઓ પાઠવી અભિનંદનની વર્ષા કરાઈ રહી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ ઘનશ્યામ રસિકલાલ ઠકકરની યાદીમાં જબ્રાવાયું હતું .

