ભારતમાં શુક્રવારે છાયા ચંદ્રગ્રહણનો અવકાશી નજારો

– ગ્રહણની અવધિ ૪ કલાક ૧૮ મિનિટ.
– નરી આંખે અને દૂરબીન, ટેલીસ્કોપથી ગતિવિધિ જોઈ શકાશે.
– ગ્રહણો પરિભ્રમણની રમત સાથે પડછાયાની કરામત.
– રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે.


અમદાવાદ : વિશ્વના અમુક પ્નદેશો–દેશોમાં શુક્રવાર તા. પ મી મે ના રોજ માદ્ય–છાયા ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો બનવાનો છે. છાયા ચંદ્રગ્રહણમાં પ્નકાશમાં સામાન્ય ફેરફારો હોય દૂરબીન–ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાય છે. ભારત સહિત એશિયા, આફ્રિકા, ઓસ્ટે્રલિયામાં આ અવકાશી નજારો જોવા મળશે. ગ્રહણની અવધિ ૪ કલાક ને ૧૮ મિનિટની રહેશે. રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપવાના કાર્યક્રમો અમલમાં મુકયા છે.
સંવત ર૦૭૯ વૈશાખ સુદ – શુકલ પક્ષ પૂનમને શુક્રવાર તા. પ મી મે ના રોજ તુલા રાશિ સ્વાતિ નક્ષત્રમાં થનારૂ માદ્ય–છાયા ચંદ્રગ્રહણ ભારત સહિત એશિયા, આફ્રિકા, ઓસ્ટે્રલિયામાં આહલાદક અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે.
ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : ર૦ કલાક ૪૪ મિનિટ ૦૮ સેકન્ડ, ગ્રહણ મધ્ય : રર કલાક પર મિનિટ પપ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : રપ કલાક ૦૧ મિનિટ ૪૦ સેકન્ડ, પરમ ગ્રાસ : ૦.૦૪૬ અને ગ્રહણ કાળ : ૪ કલાક ને ૧૮ મિનિટની રહેશે. આકાશમાં છાયા ચંદ્રગ્રહણને ખગોળરસિકો જલ્દી ઓળખી શકે છે.
જાથાના રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે ચંદ્રગ્રહણ નરી આંખે જોઈ શકાય છે. માદ્ય–છાયા ચંદ્રગ્રહણ પ્નકાશનો સામાન્ય તફાવત જોવા મળતો હોય દૂરબીન–ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાય છે જેમાં પૃથ્વીનો મિત્ર ચંદ્ર માનવી માટે અનેક પ્નકારે લાભપ્નદ છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. અવકાશી ઘટનાઓ જોવા–માણવા માટેની હોય છે. ગ્રહો કે ગ્રહણોને માનવજીવન સાથે કશી જ લેવા–દેવા નથી તેની સમજ આપવામાં આવશે. ચંદ્ર દર વષ્ર્ો બે સેન્ટીમીટર ખસે છે. ભવિષ્યમાં આશરે ૪૭ કલાકનો દિવસ પણ બનશે. ગ્રહણ પૂનમ–અમાસનો સાથ છોડી ગમે તે તિથીએ ગ્રહણની ખગોળીય ઘટના બનશે. ભરતી–ઓટના વૈજ્ઞાનિક કારણની માહિતી આપવામાં આવશે. વૈજ્ઞાનિકો ખગોળી ઘટના વખતે માનવ કલ્યાણકારી સંશોધનો આદરે છે. ચંદ્ર–મંગળ ઉપર માનવી વસવાટ કરી શકે તે માટેની તૈયારી આરંભી દીધી છે. વિજ્ઞાનથી માનવજાત સુખી–સંપન્ન થયો છે. જયારે ગ્રહણ સમયે લેભાગુઓ, અમુક જયોતિષીઓ નકારાત્મક આગાહીઓ, રાશિ ફળકથનો, કર્મકાંડ–ક્રિયાકાંડો તરફ દોરી જઈને ગુમરાહ કરવાનું કામ કરે છે. લોકોને આર્થિક પછાત રાખવાના ષડયંત્રના ભાગરૂપે ગ્રહણ સમયે જપ–તપ, દાન–પુણ્ય, સૂતક–બૂતક, વેધાદિ નિયમો પાળવાનું બતાવી અવળે માર્ગે વાળે છે. વાસ્તવમાં સૂતક–ગ્રહણના પાળવાના નિયમો નર્યો બકવાસ છે. ગ્રહણની રાજકીય–ભૌગોલિક અસરો લેભાગુઓના મનની ઉપજ છે. ગ્રહણના લાભાલાભ, શુભ–અશુભ, હોની–અનહોની વિગેરે દર્શાવવામાં આવે છે તે નર્યું તુત છે.
વધુમાં પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર હજારો સૂર્ય–ચંદ્રગ્રહણો પસાર થઈ ગયા હવે પછી પણ પસાર થવાના છે ત્યારે ગ્રહણની અસરોની હકિકત માત્ર ને માત્ર બકવાસ વિજ્ઞાને સાબિત કરી છે. કુદરત–પ્નાકૃતિક નિયમો અનુસાર પૃથ્વી ઉપર દર મિનિટે સારી–ખરાબ, હોની–અનહોની ઘટના બનવાની જ છે. તેને કોઈ રોકી શકતું નથી. તેને પ્નાર્થના–પૂજાપાઠ, હોમ–હવન, જપ–તપ સાથે કશી જ લેવાદેવા નથી. વિજ્ઞાન આગોતરી જાણકારી આપી સાવધાન કરે છે તેને અટકાવી શકતું નથી. ટી.વી. ઉપર પળે–પળની માહિતી નજરે જોઈ શકીએ છતાં અવિજ્ઞાન જયોતિષ તરફ રૂચિ રાખવી તે માનવીની દરિદ્ર માનસિકતા છે. ભારતમાં સદીઓથી સંકટ, ભયાનકતા, દુ:ખ ટાળવા અનુષ્ઠાન, પૂજાવિધી વિગેરે જોવા મળે છે જયારે યુરોપ ખંડમાં સંશોધનો આદરી તેમનો સામનો કરવા શીખડાવવામાં આવે છે. જાથા લોકોમાં મનોબળ દ્રઢ કરવા અનેક કાર્યક્રમો આપે છે. માનસિક નબળા લોકોને અનેક પ્નકારની અસર સાથે ક્રિયાકાંડો કરવા પડે છે તેમાં બરબાદી મળે છે તે માટે પોતે જવાબદાર છે. જાથાએ સમગ્ર ભારતમાં ગ્રહણનો નજારો જોવા માટે અભિયાન આદર્યું છે.
એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે હિન્દુઓ માટે જ વિધિ–વિધાન છે. મંદિરો બંધ રાખવાનું તર્ક સમજાતું નથી. ગ્રહણ પહેલાની કલાકોમાં વેધાદિ નિયમો પાળવાના તુત આપણા દેશમાં જોવા મળે છે. ગ્રહણ સંબંધી રદ્દી માન્યતાઓ, રિવાજો, પરંપરાઓ, દંતકથાઓ વિગેરે જે તે સમયે સ્તુત્ય હશે પરંતુ ર૧ મી સદીમાં તદ્દન અવાસ્તવિક, અતાર્કિક, અવૈજ્ઞાનિક હોય તેને તિલાંજલિ આપવી જોઈએ. ભાવિ પેઢીને વિજ્ઞાન દ્રષ્ટિકોણ–અભિગમ આપવાની જરૂર છે.
રાજયમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, હિંમતનગર, રાજપીપળા, ડાંગ–આહવા, છોટા ઉદેપુર, ગોધરા, વ્યારા, પંચમહાલ, મોડાસા તેમજ સૌરાષ્ટ્ર–કચ્છના જિલ્લા– તાલુકા મથકે જાગૃતો સ્વયં આયોજન કરી વૈજ્ઞાનિક સમજ આપશે.
વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમમાં જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, રામભાઈ આહિર, રાજુભાઈ યાદવ, હકુભાઈ બસીયા, વિનુભાઈ લોદરીયા, અરવિંદ પટેલ, ભાનુબેન ગોહિલ, ભક્તિબેન રાજગોર, ચંદ્રિકાબેન ચંદ્રપાલ સહિત શાખાઓના પ્નતિનિધિઓ જોડાવવાના છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *