
માણસા નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ૧૦૧૫ લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે. જે પૈકી કુલ- ૬૫૭ લાભાર્થીઓએ પોતાના આવાસ પૂર્ણ કરેલ છે.

“પાકું ઘર ખરીદવું ખૂબ મુશ્કેલ હતું પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી આજે મને પોતાનું ઘર મળ્યું છે” લાભાર્થી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતેથી રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ લાભાર્થીઓનો ગૃહપ્રવેશ માટે અમૃત આવાસોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત, માણસા તાલુકામાં ૧૦૧૫ લાભાર્થીઓ અને ગ્રામજનોએ વન વે કનેક્ટિવિટથી જાેડાઈ કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો.

માણસા તાલુકામાં ગૃહપ્રવેશ મેળવનાર તમામ લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે કોઇ પણ પરિવાર માટે પોતાની માલિકીનું ઘર હોવું એ સપનું હોય છે જે આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી અનેક પરિવારોનું સપનું પૂર્ણ થઇ રહ્યું છે .


આ પ્રસંગે લાભાર્થી હર્ષની લાગણી સાથે જણાવ્યું કે પાકું ઘર બનાવવુ ખૂબ મુશ્કેલ હતું પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી આજે મને પોતાનું ઘર મળ્યું છે જે બદલ હું સરકારશ્રીનો ર્હદયપૂર્વક આભાર માનું છું.
માણસા તાલુકામાં અમૃત આવાસોત્સવ કાર્યક્રમનું જીવંત પ્રસારણ લાઇવ નિહાળવા સાથે સાથે લાભાર્થીઓના ગૃહપ્રવેશની ઉજવણી કરવામાં આવી હતી.