
રીપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
દક્ષિણ ડાંગ વન વિભાગ, આહવાના નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદ રાઘાકિષ્ણા, IFS ના માર્ગદર્શન હેઠળ વન વિભાગના કર્મચારીઓ ઘ્વારા શામગહાન રેંજ (સાપુતારા) ખાતે માસ મોબીલાઇઝેશન ફોર મિશન લાઇફ ઇન ગુજરાત-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યુ હતું.
તા.૧૯મી મેં નસ રોજ યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત વહેલી સવારે ૭.૩૦ કલાકે એમ.પી.થીયેટર, લેક ગાર્ડન સાપુતારા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, નાયબ વન સંરક્ષક દક્ષિણ શ્રી રવિ પ્રસાદ, (IFS) તથા સ્થાનીક ગ્રામજનો અને વિઘાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીઘો હતો.
આ મિશનનો મુખ્ય હેતુ રોજીંદા જીવનમાં પર્યાવરણ યોગ્ય રીતે જળવાઇ રહે તે માટેના જરૂરી પગલા લેવા, અને લોકો પોતાના દૈનિક જીવનમાં તેને અનુસરે તે બાબતનો સરકારનો મિશન લાઇફનો ઉદેશ્ય સ્પષ્ટ કરવાનો હતો.
આ ઉદેશ્ય પર વઘુ પ્રકાશ ફેકતાં નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે ખુબ જ સુંદર મિશન લાઇફ જાગૃકતા માટે લોકોને સંબોઘન કર્યું હતું. ત્યાર બાદ શ્રી મંગળભાઇ ગાવિત, પ્રમુખશ્રી જિલ્લા પંચાયત આહવા, તેમજ શ્રી રવિ પ્રસાદ, IFS, નાયબ વન સંરક્ષકશ્રી દક્ષિણ ડાંગ આહવા ઘ્વારા પર્યાવરણ જાળવણી માટે આપણે કેવા પગલા લઇએ કે જેથી પર્યાવરણમાં સ્વચ્છતા જળવાઇ તથા પર્યાવરણ સમૃઘ્ઘ બને તે બાબતે લોકોને પ્રવચન ઘ્વારા માહિતી આપી અને મિશન લાઇફનો ઉદેશ્ય લોકોમાં વઘુમાં વઘુ ફેલાય તે બાબતે જણાવ્યું હતું.

વઘુમાં શ્રી રવિ પ્રસાદ રાઘાકિષ્ણા ઘ્વારા જણાવવામાં આવ્યું કે, ગુજરાત સરકાર ઘ્વારા માસ મોબીલાઇઝેશન ફોર મિશન લાઇફ ઇન ગુજરાત-૨૦૨૩ અંતર્ગત તા.૦૫/૦૫/૨૦૨૩ થી તા.૦૫/૦૬/૨૦૨૩ સુઘી મિશન લાઇફ અંતર્ગત વિવિઘ કામગીરીઓ હાથ ધરવામાં આવનાર છે. જેમાં વન વિભાગ ઘ્વારા સહભાગી વન વ્યવસ્થા સમિતી ઘ્વારા ગામોમાંથી પ્લાસ્ટીક એકત્ર કરવુ, તથા ‘’વન આપણું જીવન, આપણું ભવિષ્ય‘’ તેને ઘ્યાને લઇ પ્લાસ્ટીક મુકત કરવા માટે સાફ-સફાઇની કામગીરી કરવી, ઇકો ટુરીઝમ સાઇટે પ્લાસ્ટીક ભેગુ કરવું, તેમજ સ્વચ્છતા રાખવી, વન વિસ્તારમાં નવા વન તલાવડી અને ચેકડેમની કામગીરી કરવી, ભુમિ ભેજ સંરક્ષણના કામો કરવા, સાંકેતિક વાવેતરોની કામગીરી હેઠળ વિશ્વ પર્યાવરણ દિન-પમી જુન-૨૦૨૩ના રોજ વૃક્ષારોપણની કામગીરી એવી પ્રવૃત્તિઓ હાથ ધરાશે. મિશન લાઇફ પ્રોગ્રામ બાદ પર્યાવરણ લક્ષી અવેરનેસ ફેલાવવા બેનર્સ લઇ રેલી કાઢવામાં આવી. જેમાં આવનાર લોકોએ ઉત્સારભેર ભાગ લીઘો. પ્રોગ્રામને અંતે તમામ મહાનુભાવો ઘ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં દક્ષિણ ડાંગ વન વિભાગ ઘ્વારા આવનાર મહાનુભાવો, અઘિકારીશ્રીઓનો આભાર માની કાર્યક્રમ પુર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.