



રિપોર્ટ ,મયુર પટેલ
વિવિધ ૧૭ સ્થળોએ ૪૫ બુલેટ, ૨૭ ANPR, અને ૬ PTZ મળી કુલ ૭૮ કેમેરા કડોદરા પોલિસના સર્વેલન્સમાં ઉપયોગી નીવડશે
કડોદરા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કડોદરા GIDC સ્માર્ટ પોલીસ સ્ટેશન,અંત્રોલી ખાતે રૂ.૨.૨૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આધુનિક ‘CCTV સર્વેલન્સ કેન્દ્ર’ નાગરિકોની સુખાકારી સાથે સલામતી પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. લગાવવામાં આવ્યા છે.
ગુનાખોરીને ડામવા અને આકસ્મિક સમયે સંકલન કરવા માટે કડોદરાના ૧૭ સ્થળોએ અનિવાર્ય મોનિટરિંગની અત્યાધુનિક ફેસીલિટી માટે કુલ ૭૮ કેમેરા; જેમાં ૪૫ બુલેટ કેમેરા, ૨૭ ANPR(એન્ટિ નંબર પ્લેટ રેકગનાઈઝ) કેમેરા અને ૬ PTZ (પી. ટી. ઝેડ)કેમેરા ગોઠવવામાં આવ્યા છે.