
ડાંગ જિલ્લાનું એસ.એસ.સી.ની પરીક્ષાનુ ૬૬.૯૨ ટકા પરીણામ જાહેર

જિલ્લાના કુલ ૨૯૧૧ વિદ્યાર્થીઓમાંથી ૧૯૪૮ વિધાર્થીઓ પાસ થયા
એકલવ્ય મોડેલ સ્કૂલ, ગારખડીની વિધ્યાર્થીની પ્રિયંકાબેન ગવળી A1 ગ્રેડ ૯૨.૧૭ ટકા પરિણામ સાથે જિલ્લામા પ્રથમ :
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા: તા: ૨૫: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ – ૨૦૨૩મા લેવાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર (એસ.એસ.સી.) પરીક્ષાનુ બોર્ડનુ પરિણામ ૬૪.૬ર ટકા જાહેર થયુ છે.
દરમિયાન ડાંગ જિલ્લામા નવ કેન્દ્રો ખાતે કુલ ૨૯૧૧ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાથી ૧૯૪૮ વિધાર્થીઓ પાસ થતા ડાંગ જિલ્લાનુ પરિણામ ૬૬.૯૨ ટકા જાહેર થતા સમગ્ર રાજયમા ડાંગ જિલ્લાને ૧૧મો ક્રમ પ્રાપ્ત થયેલ છે.
વિગતે જોઈએ તો (૧) આહવા કેન્દ્ર ખાતે ૫૬૧ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. જેમાથી ૩૬૮ પાસ થતા ૬૫ ૬૦ ટકા પરિણામ, (૨) વઘઈ કેન્દ્ર ખાતે ૪૪૧ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી ૨૨૦ પાસ થતા ૪૯.૮૯ ટકા પરિણામ, (૩) માલેગામ કેન્દ્ર ખાતે ૩૮૮ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. જેમાથી ૩૩૮ પાસ થતા ૮૭.૧૧ ટકા પરિણામ, (૪) સુબીર કેન્દ્ર ખાતે ૩૬૮ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. જેમાથી ર૩ર પાસ થતા ૬૨.૮૭ ટકા પરિણામ, (૫) સાપુતારા કેન્દ્ર ખાતે ૪૩૩ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. જેમાથી ૩૫૭ પાસ થતા ૮૨.૪૫ ટકા પરિણામ, (૬) પીંપરી કેન્દ્ર ખાતે ૨૦૪ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. જેમાથી ૧૩૪ પાસ થતા ૬૫.૬૯ ટકા પરિણામ, (૭) સાકરપાતળ કેન્દ્ર ખાતે ૧૬૬
પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. જેમાથી ૬૭ પાસ થતા ૪૦.૩૬ ટકા પરિણામ, (૮) ચિંચલી કેન્દ્ર ખાતે ૧૯૫ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. જેમાથી ૧૫૦ પાસ થતા ૮૦ ટકા પરિણામ, અને (૯) પિપલદહાડ કેન્દ્ર ખાતે ૧૫૪ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. જેમાથી ૭૬ પાસ થતા ૪૯.૩૫ ટકા પરિણામ નોંધાવા પામેલ છે.
ડાંગ જિલ્લામા ૧૦૦ ટકા પરિણામ ધરાવતી છ શાળાઓ નોંધાઇ છે. ૧. સરકારી માધ્યમિક શાળા-માળગા, ૨. જનતા હાઈસ્કૂલ-શામગહાન, ૩. એકલવ્ય મોડેલ સ્કૂલ-આહવા ૪. એકલવ્ય મોડેલ સ્કૂલ-માલેગામ, ૫. એકલવ્ય મોડેલ સ્કૂલ-બારીપાડા, અને ૬. એકલવ્ય મોડેલ સ્કૂલ-ગારખડી.
સમગ્ર જિલ્લામાં એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ-ગારખડીની વિદ્યાર્થીની ગવળી પ્રિયકાબેન ચિંતામણીભાઈ ૯૨.૧૭ ટકા પ્રાપ્ત કરી A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.
તાલુકાવાર પરિણામ જોઈએ તો ડાંગ જિલ્લાના આહવા તાલુકામા કુલ ૧૪૩૪ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૦૯૫ વિધ્યાર્થીઓ પાસ થતા ૭૬. ૩૬ ટકા પરીણામ જાહેર થયું છે. તો વઘઇ તાલુકાના ૬૮૦ વિધ્યાર્થીઓમાંથી ૩૧૮ પાસ થતા ૪૬. ૭૬ ટકા પરીણામ, જ્યારે સુબીર તાલુકાના ૫૬૦ વિધ્યાર્થીઓમાંથી ૩૭૧ પાસ થતા ૬૬.૨૫ ટકા પરીણામ જાહેર થયુ હતુ.
જિલ્લામા A1 ગ્રેડમા 1 વિધ્યાર્થીની, A2 ગ્રેડમા ૮૦, B1 ગ્રેડમા ૨૭૭, B2 ગ્રેડમા ૪૯૧, C1 ગ્રેડમા ૭૨૩, C2 ગ્રેડમા ૩૬૭, D ગ્રેડમા ૯, E1 ગ્રેડમા ૬૬૭, E2 ગ્રેડમા ૨૯૬ વિધ્યાર્થીઓનો સમાવેશ થયો હતો.ધોરણ – ૧૦ એસ.એસ.સી બોર્ડ પરીક્ષાના પરીણામ બદલ ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ તેમજ જિલ્લા શિક્ષણાધીકારી શ્રી વિજયભાઇ દેશમુખ દ્વારા વિધ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.