યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃવમાં ભાજપ સરકારને સફળતાનાં 9 વર્ષની ઉજવણી..

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેસંગ ગોહિલ, શહેર પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપા મીડિયા સેલના કનવિનર ભરત ચુડાસમા, સહ કનવિનર વિકી જોશી, ધર્મેન્દ્ર પુષ્કરણાં, સહિત જિલ્લાના ના વિવિધ તાલુકાના કનવિનર સહ કનવિનરોની ઉપસ્થિતિમાં શુક્રવારે સવારે બેઠક મળી હતી.

ભરૂચ જિલ્લા મીડિયા કન્વીનર, સહ કન્વીનર, તાલુકા કન્વીનરોની ઉપસ્થિતિમાં 29 મે એ સાંજે આયોજીત પ્રેસ વાર્તાલાપના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારના 9 વર્ષની ઉજવણીમાં 30 અને 31 મે ના રોજ ભરૂચ જિલ્લામાં યોજનારા વિવિધ કાર્યકમોની માહિતી અને સમગ્ર અભિયાનની રૂપરેખા અંગે પ્રેસ કોંફરન્સમાં જિલ્લાના મીડિયા મિત્રોને માહિતગાર કરાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *