સંપર્ક થી સર્મથન કાર્યક્રમ અંતર્ગત પદ્મ શ્રી યઝદીભાઈ કરંજીયા તથા પદ્મ શ્રી મથુરભાઈ સવાણી સાહેબની મુલાકાત લીધી.

દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીના વડપણ હેઠળ કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગર દ્વારા આજ રોજ વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ દ્વારા પદ્મ શ્રી એવોર્ડ વિજેતા શ્રી યઝદીભાઈ કરંજીયા તથા પદ્મ શ્રી મથુરભાઈ સવાણીની શુભેચ્છા મુલાકાત લઈ તેઓને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વડપણ હેઠળ ૯ વર્ષ સેવા, સુસાશન અને ગરીબ કલ્યાણ તથા લોકહિતના કાર્યો અંગે ચર્ચા કરી તેઓને પુસ્તક અર્પણ કર્યું. આ કાર્યક્રમમાં આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, શહેર મહામંત્રી શ્રી કાળુભાઈ ભીમનાપ, ધારાસભ્યશ્રીઓ શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી પ્રવિણભાઈ ઘોઘારી, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી કાંતિભાઈ બલર, શ્રી મનુભાઈ પટેલ, શ્રી સંદિપભાઈ દેસાઈ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી પરેશમાઈ પટેલ, શહેર હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ । ઉમેદવારશ્રીઓ, વોર્ડ પ્રમુખશ્રીઓ । મહામંત્રીશ્રીઓ । પ્રભારીશ્રીઓ સહિત વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *