
આતંકવાદના ભયજનક સત્યને ઉજાગર કરતી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી‘ થકી ગાંધીનગરની મહિલાઓમાં લવજેહાદ અને આતંકવાદ અંગે જનજાગૃતિ ફેલાય તે હેતુથી ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા તેમજ શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ દ્વારા મહિલાઓને નિ:શુલ્ક ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિવિધ સિનેમાઘરોમાં નિ: શુલ્ક શો આયોજિત કરી ૨ હજારથી વધુ મહિલાઓને વિનામૂલ્યે ફિલ્મ દર્શાવાઈ છે.