જલારામ જયંતિની ઉજવણીના ભાગરૂપે વાંકલ નજીક ફલધરા ગામ ખાતેના કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી રમણભાઈ પાટકરની ઉપસ્થિત માં કાર્યક્રમ યોજાયો

રવલ્લી જલારામ જયંતિની ઉજવણીના ભાગરૂપે વાંકલ નજીક ફલધરા ગામ ખાતેના કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી રમણભાઈ પાટકર સાથે ભારતીય જનતા પાર્ટીના વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ધારાસભ્યશ્રી ધરમપુર અરવિંદભાઈ પટેલ , શ્રી મહેશભાઈ ભટ્ટ અને ફુલ સિંગ ભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો , આ  પ્રસંગે  સ્વાગત પ્રવચન જલારામ ટ્રસ્ટ નાં પ્રમુખ શ્રી. ફુલસિંહ ભાઈ પટેલે કરેલ ,  પ્રાસંગીક  ઉદબોધન   લોકપ્રિય ધારાસભ્ય શ્રી. અરવિંદ ભાઈ પટેલ , વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત ભાઈ કંસારા એ કરેલ , મંત્રી શ્રી. રમણ ભાઈ પાટકર જી એ જલારામ ટ્રસ્ટ ની સેવાકીય પ્રવૃત્તિઓ ની સરાહના કરેલ , માનવ સેવા એજ ઉત્તમ સેવા છે , આપણા આદિવાસી વિસ્તાર ની પ્રજા ને ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગે વાળવાના પ્રવૃતિઓ અને સદકાર્યો ને હુ નત મસ્તકે બિરદાવુ છું , અને જલારામ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યો થતાં જ રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરું છું ,ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ મહાપ્રસાદ નો લાભ લીધેલ .

મહેન્દ્રપ્રસાદ અરવલ્લી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *