હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેડીકલ હોમ ખાતે વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને પીપીઈ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

રવલ્લી પારડીના હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેડીકલ હોમ ખાતે  વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને પીપીઈ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ સંસ્થાઓને કોરોના મહામારીના સંક્રમણ સામે રક્ષણ આપતી પીપીઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ દાતા હિરેન કાબરીયા તરફથી દાનમાં આપવામાં આવી હતી. આ અવસરે આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરે હેલ્પઈંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેડિકલ હોમની સેવાકિય કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, અન્ય જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનો આ સંસ્થાનો ઉદ્દેશ ઘણો મોટો છે.  માનવ સેવા એજ પ્રભુ સેવા ધર્મ નિભાવીને દાન કરનારની પરોપકારી ભાવના સમાજ માટે પ્રેરણારૂપ છે. મંત્રી શ્રીએ સમાજ માટે નિઃસ્વાર્થ સેવા આપનારા મહાપુરુષોના જીવન ચારિત્ર્ય ને લક્ષમાં રાખી લોકોપયોગી  કર્યો કરીશું તો આપણું જીવન સાર્થક થશે. જલારામ જયંતિ અવસરે મેડીકલ હોમ સંસ્થામાં પ્રસ્થાપિત કરાયેલી જલારામબાપા ની પ્રતિમાના દર્શન કરી મંત્રીશ્રીએ ધન્યતા અનુભવી હતી. મંત્રીશ્રીએ મેડીકલ હોમમાં રહેતા વૃદ્ધોની જાત મુલાકાત લઇ આરોગ્ય તેમજ સંસ્થા ખાતે લેવામાં આવતી કાળજી બાબતે પૃચ્છા કરી હતી. વૃદ્ધોની સાર સંભાળ કરનારી આ સંસ્થાની કામગીરી ખરેખર સરાહનીય છે. હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના એ સંસ્થાની કામગીરીની વિગતો આપતાં જણાવ્યું હતું કે, મેડિકલ હોમ એ વયોવૃધ્ધ તેમજ કોઇપણ પથારીવશ વ્યકિતઓની સર્વગ્રાહી સંભાળ માટેની એક સમન્વયિત તબીબી, નર્સીગ સુવિધાઓ સાથે અંગત જરૂરિયાતોની કાળજી રાખતી વિશ્વસનીય વ્યવસ્થા છે. જીંદગીનાં શારિરીક અને તબીબી રીતે પડકારજનક સમયને સન્માનપૂર્વક અને તબીબી સલામતીના એહસાસ સાથે વિતાવી શકાય એવા ઉમદા વિચાર સાથે ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ અને જનરલ સર્જન ડો. પ્રફુલ મહેતા ની પરિકલ્પના પર મેડીકલ હોમ સાકાર થયું છે. અહીં એક જ છત્ર હેઠળ કુશળ અને પ્રશિક્ષીત સ્ટાફ દ્વારા દર્દીની દરેક અંગત જરૂરિયાતો જેવીકે આહાર, સ્નાન, મળમૂત્રની સંભાળ લેવામાં આવે છે. ઉપરાંત તબીબી નિરિક્ષણની સાથે નર્સીગ સુવિધા તેમજ ફિઝિયોથેરાપીની સગવડ પુરી પાડવામાં આવે છે. પારડી ખાતે વર્ષ ર૦૦૯ થી પ્રાયોગિક ધોરણે ફકત ૧૮ પથારીની ક્ષમતા સાથે કાર્યરત આ મેડીકલ હોમમાં યથાશકિત ભાગીદાર થઇ સામાજીક ઋણ અદા કરવામાં મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. અહીં દર મહિનાના પહેલા રવિવારે વરિષ્ઠ નાગરિકો માટે મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામા આવે છે. આ ઉપરાંત નિયમિત રીતે દર મહિને મફત તબીબી તપાસ, બ્લડસુગર, ઇ.સી.જી. વગેરે તપાસ પણ કરવામાં આવે છે. હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ “સક્રિય વૃધ્ધત્વ”ને ઉત્તેજન આપે છે. અને એનાં જ ભાગરૂપે રોગ અને અશકત પરિસ્થિતિનો સામનો કરી સ્વનિર્ભર રહેવાનું શીખવવામાં આવે છે. હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શરદભાઇ દેસાઇએ આભારવિધિ આટોપી હતી. આ અવસરે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, અગ્રણી હેમંતભાઇ કંસારા, મહેશભાઇ ભટ્ટ, નગરપાલિકા પ્રમુખ હસુભાઇ રાઠોડ, ચિત્રલેખાના દેવાંશુભાઇ સહિત મેડીકલ હોમના સ્ટાફ હાજર રહ્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM