જામખંભાળીયામા અદ્યતન ગાર્ડન નુ લોકાર્પણ કરતા સાંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ

જામનગર પાસેના અને ૧૨-જામનગર સંસદીય ક્ષેત્રના દેવભૂમિદ્વારકા જિલ્લાના મથક જામખંભાળીયામા  નગરપાલિકા દ્વારા નિર્મિત અદ્યતન ગાર્ડન નુ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ ના વરદ હસ્તે લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. સરકારશ્રીની ૧૪માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ દેવભૂમી દ્વારકા જિલ્લાનાં વડા મથક જામખંભાળિયા માં,નગરપાલિકા દ્વારા,અદ્યતન બનાવવામાં આવેલ  ગાર્ડનને,નગરપાલિકા પ્રમુખ શ્રી શ્ર્વેતાબેન શુક્લ,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ખીમભાઇ જોગલ,શહેર ભાજપ પ્રમુખ અનિલભાઇ તન્ના,નગરપાલિકા ટીમ,શહેર સંગઠન ટીમ,હોદેદારશ્રીઓ,આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં,લોકાર્પણ કરતી વખતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્યશ્રી પૂનમબેન માડમ એ,નગરજનોને સુખાકારીની વધુ એક સુવિધાના અભિનંદન પાઠવ્યા અને”ગ્રીન ઇન્ડીયા”સાર્થક કરવાની દિશામા જાગૃતિ સાથે જાળવણીનું આહવાન કર્યુ હતુ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમના વરદ હસ્તે થયેલા આ લોકાર્પણ થી  નગરજનોને સુવિધાસભર ગાર્ડન  મળ્યુ છે જેમાં  બાળકોના રમતગમત માટે બાળક્રીડાંગણ, ટોઇલેટબ્લોક, ધ્વજવંદન પરેડ માટેનું ગ્રાઉન્ડ, વોલીબોલ- બેડમિન્ટન વિગેરે માટેનું પ્લેગ્રાઉન્ડ, બેસવા માટે સ્ટેપ સીટિંગ, ફેમિલી પ્લેસ, ઉપરાંત લાઇટિંગ સાથેના ફાઉન્ટેન એન્ડ બંગલો, વોકિંગ ટ્રેક, સાઉન્ડસિસ્ટમ, તથા ટ્રેક પર રબર કાર્પેટ સહિતની વિવિધ સુંદર અને આધુનિક સુવિધાઓ  કરવામાં આવી છે જે નગરજનો માટે નઝરાણુ બની રહેશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *