





કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ
મહેન્દ્ર નગર ખાતે પાણીની સમસ્યા અંગે આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેનું નિરાકરણ કરવામાં આવ્યું, તેમજ નવાસંપ નું પાણી આજરોજ પોહચાડી ગ્રામજનો પાણી અગવડતા ના રહે તે હેતુ પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો.
મોરબી મરછુ ત્રણ સિંચાઈ યોજનામાં નીચવાસમાં ગામોને ડેમ નો 1 દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો, જેથી ખેડૂતોને પૂરતું પાણી મળી રહે અને પ્રશ્નનું નિરાકરણ કર્યું.
ગુજરાતને પાણી પૂરું પાડતા ઢાંકી પંપીંગ સ્ટેશનમાંથી મોરબી જિલ્લાની ત્રણેય મુખ્ય કેનાલમાં પાણી છોડવા માટે ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે પરંતુ એ પાણી મોરબીની જનતા સુધી પહોંચે એ પહેલા તેનો બગાડ થઈ રહ્યો છે. જેના કારણે આજ દિન સુધી નર્મદાના નીર મોરબી જિલ્લામાં પહોચી નથી શક્યા. ત્યારે આ મામલે MLA કાંતિ અમૃતિયાના પાણીના બગાડને અટકાવીને મોરબીની જનતાને વહેલી તકે પાણી મળે એ માટે તેઓ પ્રયત્નશીલ થયા છે.
વધુમાં કાંતિ અમૃતિયાએ ઉમેર્યું હતું કે, મોરબીના ખેડૂતોને હવે ૧૫ દિવસમાં આગોતરું વાવેતર કરવું આવશ્યક બન્યું છે ત્યારે કેનાલમાં નર્મદાના નીર મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, પોલીસ વડા અને ઢાંકી પંપિંગ સ્ટેશનના અધિકારીઓને લેખિત, મૌખિક અને ફોન દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને સૂચના પણ આપવામાં આવી છે આમ છતાં જાણે અધિકારીઓના કાને સૂચનાઓ પહોંચતી જ ન હોય તેમ પાણીનો બગાડ થઈ રહ્યો છે અને પાણી નદીઓમાં વહી રહ્યું છે.
જેને પગલે આજે કાંતિ અમૃતિયા દ્વારા તેમના કાર્યકર્તાઓની સાથે હળવદથી ત્રણેય કેનાલની જાત મુલાકાત લેવામાં આવશે. જેમાં કેનાલ પર મુકાયેલ ગેરકાયદેસર મશીનો હટાવી અને મોરબી સુધી પાણી પહોંચવામાં ઉત્પન્ન થતા અવરોધોને દૂર કરવામાં આવશે. નોંધનીય છે કે સોશિયલ મીડિયામાં જાહેર થયેલા આ વીડિયોમાં તેમણે અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને ખેડૂતોના ભલા માટે તથા મોરબીની જનતાને પાણી પૂરં પાડી શકાય તે માટે તેઓ મેદાનમાં ઉતરતા હોવાનું MLA કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું