
રિપોર્ટ ,મયુર પટેલ
તા.૨૧ મી જૂન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “ની ઉજવણી નિમિત્તે મહુવા તાલુકાના કાછલ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ તથા સરકારી સરકારી શિક્ષણ મહાવિદ્યાલય અને સરકારી આયુર્વેદિક દવાખાનું બારડોલીના સંયુકત ઉપક્રમે તાલુકા કક્ષાનો વિશ્વ યોગ દિવસ યોજાયો ,







જેમાં ૧૭૦ મહુવા વિધાનસભાના ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા મહુવા તાલુકાના મામલતદાર શ્રી.હાસીમ.એ.શેખ, મહુવા તાલુકા વિકાસ અધિકારી, યોગ વિશેષજ્ઞ ડો.પ્રીતિબેન પટેલ, યોગ ટીચર શ્રી.સુનિલભાઈ પટેલ તથા કોલેજના આચાર્યશ્રી ડો.હેતલ એસ. ટંડેલ અને સમસ્ત સ્ટાફગણ, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને આસપાસના સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. પ્રાસંગિક પ્રવચન ધારાસભ્યશ્રીએ યોગનું મહત્વ અને વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવા પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો. ત્યાર બાદ યોગ વિશેષજ્ઞ અને યોગ ટીચરે મહત્વના યોગાસનો અને પ્રાણાયામ કરાવ્યા હતાં. આ કાર્યક્રમમાં ૫૦૨, લોકોએ ભાગ લીધો હતો.અંતે રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.