
સિદ્ધપુર ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને યુવા ભાજપ સિદ્ધપુર શહેર દ્વારા મહારક્તદાન કેમ્પ ધ્રુવ પેટ્રોલિયમ પાલનપુર હાઇવે સિધ્ધપુર ખાતે યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યા માં યુવાનો અને વડીલો, ટ્રાન્સપોર્ટ ના કર્મચારીઓ અને ચાલકો હાજર રહી રક્તદાન કર્યું હતું મા. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવા મોરચાને પ્રોત્સાહિત કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે અત્યારે બ્લડની ખૂબ જ જરૂરિયાત રહેલી છે ત્યારે યુવાનો દ્વારા કરવામાં આવતી આ પ્રવૃત્તિ સરાહનીય છે યુવા મોરચા દ્વારા તેઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા સિધ્ધપુર શહેર યુવા ભાજપ અધ્યક્ષ મિહિરભાઈ પાધ્યા, આઈઓસીના સીરીયલ ટર્મિનલ મેનેજર આર.બી.પરમાર, યોગેશ ભાઈ નાયી (મહામંત્રી સિદ્ધપુર શહેર યુવા ભાજપ) સુરેશ ભાઈ પ્રજાપતિ (સહ મહામંત્રી સિદ્ધપુર શહેર યુવા ભાજપ) દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સિધ્ધપુર શહેર, તાલુકા અને જીલ્લા ના પ્રભારીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવા મોરચા ના પ્રવકતા સંદિપ ભાઈ પંડ્યા દ્વારા કાર્યક્રમ નું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું.