વારાણસીથી વડનગર સુધીની ‘સેવા યાત્રા’: ૫૦૦ બાઈકર્સ અને સ્થાનિક પરિવારોએ સાથે મળીને નિહાળ્યું વડાપ્રધાનના પ્રવચનનું જીવંત પ્રસારણ

વારાણસીથી વડનગર સુધીની ‘સેવા યાત્રા’: ૫૦૦ બાઈકર્સ અને સ્થાનિક પરિવારોએ સાથે મળીને નિહાળ્યું વડાપ્રધાનના પ્રવચનનું જીવંત પ્રસારણ

કાશી અને વડનગરના ભાવનાત્મક મિલનનું સાક્ષી બન્યું મહેસાણા: ૫૦૦ બાઈક સવારોએ યજમાન પરિવારો સાથે ‘સેવા જ્યોતિ યાત્રા’નિમિતે પ્રધાનમંત્રીનું પ્રવચન નિહાળ્યું

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વડનગરના ઘરે-ઘરે ગુંજ્યો વડાપ્રધાનનો સંદેશ: વારાણસીથી આવેલા અતિથિઓ અને સ્થાનિકો વચ્ચે સ્નેહમિલન

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં દેશભરમાં શરૂ થયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ આજે વડનગરમાં એક અનોખો સંગમ જોવા મળ્યો હતો. વારાણસીથી પ્રસ્થાન કરીને વડનગર પહોંચેલી ‘વારાણસી થી વડનગર સેવા યાત્રા’ના ૫૦૦ જેટલા બાઈક સવારોએ આજે વડનગરના સ્થાનિક પરિવારો સાથે બેસીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે વડનગરના રહેવાસીઓ અને વારાણસીથી આવેલા પ્રવાસીઓ વચ્ચે પરસ્પર સ્નેહ અને રાષ્ટ્રસેવાની ભાવનાનો પ્રબળ સંચાર જોવા મળ્યો હતો.

 

આ ઐતિહાસિક સેવા યાત્રામાં જોડાયેલા ૫૦૦ જેટલા બાઈકર્સ ગત રાત્રિએ વડનગર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રવાસીઓએ વડનગરના વિવિધ સ્થાનિક પરિવારોના ઘરે આતિથ્ય માણ્યું હતું અને ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. આ વ્યવસ્થા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનના સંસદીય મતક્ષેત્ર વારાણસી અને તેમના જન્મસ્થળ વડનગર વચ્ચે સાંસ્કૃતિક અને ભાવનાત્મક સેતુ સ્થાપિત કરવાનો રહ્યો છે. સ્થાનિક પરિવારોએ પણ પોતાના આંગણે પધારેલા કાશીના મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરીને ભારતીય સંસ્કૃતિની ‘અતિથિ દેવો ભવ:’ની પરંપરાને સાર્થક કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી આ યાત્રા માત્ર એક પ્રવાસ નથી પરંતુ જનસંપર્ક અને સેવાના ઉમદા કાર્યનું પ્રતિક બની રહી છે. વારાણસીથી વડનગર સુધીના માર્ગમાં વિવિધ સ્થળોએ સેવાકીય પ્રવૃત્તિઓ કર્યા બાદ આ યાત્રા વડનગર પહોંચી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *