ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુગજીએ આજે બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકા ચૂંટણી અંતર્ગત થરા ખાતે સંગઠનાત્મક બેઠક યોજી હતી. બેઠકમાં શ્રી તરુણ ચુગે આગામી નગરપાલિકા ચૂંટણીની તૈયારીઓ, સંગઠનાત્મક વ્યવસ્થા તેમજ ચૂંટણીલક્ષી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ત્યારબાદ શ્રી તરુણ ચુગજીએ બનાસકાંઠા જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી બનાસ કમલમ‘, પાલનપુર ખાતે જિલ્લા ભાજપા સંગઠનના પદાધિકારીઓ સાથે ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં સંગઠનની વર્તમાન કામગીરીની સમીક્ષા સાથે આગામી કાર્યક્રમો, સંગઠનને વધુ વ્યાપક બનાવવાની દિશા તથા જનસંપર્કને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
શ્રી તરુણ ચુગજીએ બનાસકાંઠા જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા સહકારી આગેવાનો સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે, વિકાસના કાર્યોની અસરકારક માહિતી જનજન સુધી પહોંચે તથા સંગઠન અને સમાજ વચ્ચેનો સંવાદ વધુ મજબૂત બને તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. શ્રી તરુણ ચુગજીએ પક્ષના સિનિયર આગેવાનો સાથે પણ બેઠક યોજી હતી.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રી પ્રીતિબેન પટેલ, જિલ્લા ભાજપા પ્રભારી શ્રી ધવલભાઈ દવે સહિત સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, અગ્રણીઓ તથા અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.