




કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર તાલુકા ના નવા બોરભાઠા ગામે આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે શાળાના આદ્ય સ્થાપક સ્વર્ગીય . હિતેષભાઈ પટેલ ની ૨૬મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધા સુમન અપર્ણ કરી તેજસ્વી તારલાઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર ની તક્ષશિલા વિદ્યાલય ના આદ્ય સ્થાપક સ્વર્ગીય હિતેષભાઇ પટેલ ની 26 મી પુણ્ય તિથિ નિમિતે તક્ષશિલા વિદ્યાલય ખાતે શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા ,પાલિકા ના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીના માજી ચાન્સેલર શ્રી અશ્વિનભાઈ કાપડિયા,અને સુનિલ નેવે ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગીય હિતેષભાઇ પટેલ ની તસવીર ઉપર પુષ્પમાળા અર્પણ કરી હતી આ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીના માજી ચાન્સેલર અશ્વિનભાઈ કાપડિયા એ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય રજુ કર્યું હતું.સાથે ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે ગત વર્ષે ના શાળા ના તેજસ્વી વિદ્યાર્થીઓ નું સન્માન કરવા માં આવ્યું હતું આ કાર્યક્રમમાં તક્ષશિલા વિદ્યાલય ના પ્રમુખ ગુમાનભાઈ પટેલ , ચેરમેન વિમલભાઈ પાઠક , , શ્રીમતિ કલ્પનાબેન પટેલ , શ્રીમતિ બેનાબેન પટેલ શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ સહીત શાળાના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.