







કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ઓએનજીસી દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત શારદા ભવન ટાઉન હોલ ખાતે સાઉથ ઝોન ના પ્રાદેશિક કમિશ્નર ડી.ડી.કાપડિયા ની ઉપસ્થિતિ માં અંકલેશ્વર નગર પાલિકા ના 230 જેટલા સફાઈ સાથે જોડાયેલા કર્મચારીઓ ને સેફટી કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું










અંકલેશ્વર ઓએનજીસી દ્વારા સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી રહી છે ,આ ઉજવણી ના ભાગરૂપે ઓએનજીસી દ્વારા શહેર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર નગર પાલિકા ના સફાઈ સાથે જોડાયેલ કર્મચારીઓ ને સેફટી કીટ ના વિતરણ ની આયોજન કરવામાં આવ્યું હતું ,આ કાર્યક્રમ માં ઓએનજીસી ના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે ,સાઉથ ઝોન ના પ્રદેશ કમિશ્નર ડી.ડી કાપડિયા ,નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા ની અધ્યક્ષતા હેઠળ ઓએનજીસી દ્વારા 4.46 લાખ ના ખર્ચે નગર પાલિકા ના તમામ સફાઈ કર્મચારીઓ ,ડ્રેનેજ લાઈન સ્વીપરો ,ઓપન ગટર માં કામ કરતા કર્મચારીઓ .તેમજ ડોર ટુ ડોર કચરા ના વાહનો ઉપર કામ કરતા કામદારો મળી કુલ 230 જેટલા કમર્ચારીઓ ને સેફટી કીટ ,સલામતી જેકેટ ,સ્વેટર ,રેઇનકોટ .હાથ ધોવાના સાબુ ના પેકેટ ,મહિલા કર્મચારીઓ ને સાડી ,ગમબૂટ ,ટી શર્ટ ,અને હેલ્મેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું ,આ પ્રસન્ગે નગર પાલિકા ના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ ,પાલિકા ના ચીફ ઓફિસર કેશવ કોલડિયા ,સેનેટરી સમિતિ ના ચેરમેન વિશાલ ચૌહાણ તેમજ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહીત ઓએનજીસી ના અધિકારીઓ અને પાલિકા ના કર્મચારીઓ હાજર રહ્યા હતા