વડોદરા સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂર્ણ થવા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ

ભારતમાં રાષ્ટ્રીય  શિક્ષણ  નીતિનું અમલીકરણ 2020માં કરવામાં આવ્યું હતું. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ગુજરાતમાં 48 જેટલી શાળાઓમાં 48 લાખ જેટલા વિધાર્થીઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબનું શિક્ષણ મેળવી રહ્યા છે.  કેન્દ્રીય વિધ્યાલયની પ્રાથમિકતા વિદ્યાર્થીના  સર્વાંગી  વિકાસની છે જે  રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કારણે શક્ય બન્યુ છે.વડોદરાની  આર્મી કેમ્પસની કેન્દ્રીય વિદ્યાલય -2 અને પાદરા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આજે વડોદરા સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂર્ણ થવા સંદર્ભે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેમાં નવી શિક્ષણ નીતિને કારણે શિક્ષણમાં આવેલ ફેરફાર વિશેની માહિતી આપવામાં આવી હતી.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલીકરણ ભારતની ઘણી શાળા કોલેજોમાં કરવામાં આવી રહ્યું છે.ત્યારે વડોદરા ખાતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ ની ત્રણ વર્ષની સફળતા અને શિક્ષામાં થયેલ ફેરફારની માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં  કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ સુનિતા દિવાકર, જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ એસ.કે ડામોર, સહિત કેન્દ્રીય વિદ્યાલય નં 1 ના પ્રિન્સીપાલ એલ.આર.ઠાકન ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલિકરણથી બાળકોની શિક્ષામાં થયેલ બદલાવ વિશે જાણકારી આપી હતી. નવી નીતિ ભારતને  એક  વાઇબ્રન્ટ  નોલેજ  સોસાયટી  અને  વૈશ્વિક  જ્ઞાન  મહાસત્તામાં  રૂપાંતરિત  કરવા માટે જરૂરી છે.  વિધાર્થીઓને રૉટ  લર્નિંગને  બદલે  આલોચનાત્મક  વિચારસરણીને  પ્રોત્સાહીત કરીને તેમનો સર્વાંગી વિકાસ કરે છે. વિધાર્થીઓમાં સમજણ  અને  સંખ્યા  સાથે  વાંચનમાં  નિપુણતા  માટે  રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પહેલ કરાઈ છે. શાળાઓમાં આર્ટિફિશિયલ  ઇન્ટેલિજન્સ  નો યાવસાયિક  વિષય સમાવેશ  કરવામાં  આવેલ  છે સાથે   પ્રી- વોકેશનલ  કૌશલ્યો  જેમ  કે  સુથારીકામ,  ઇલેક્ટ્રિશિયન,  માટીકામ સહિતના વિષયોને સમાવિષ્ટ કરવામાં આવેલા છે. વિધાર્થીઓને શિક્ષણ માટે ડેસ્કટોપ/ લેપટોપ/ ટેબ્લેટ.  ઈન્ટરનેટ  કનેક્ટિવિટી  અને  Wi- Fi  નેટવર્ક ઉપલબ્ધ  કરાવવામાં  આવ્યું  છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM