

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબના “મેડ ઈન ઈન્ડિયા” સંકલ્પ અંતર્ગત સેમિકન્ડક્ટર ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતે સેમિકન્ડક્ટર નીતિ 2022-27 જાહેર કરનાર પ્રથમ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે ત્યારે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા સેમિકન્ડક્ટર ઈકો સિસ્ટમનું ઉદ્દઘાટન મનાનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરજી ની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે સાથી મંત્રીઓ સાથે ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીશ્રીનુ અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
