ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની વિશ્વની અગ્રગણ્ય ઉત્પાદક કંપની ‘ફોકસકોન’ના ચેરમેન શ્રીયુત યંગ લિયુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત બેઠક યોજી હતી.

• ગુજરાતને આંગણે યોજાઇ રહેલી સેમીકોન ઇન્ડિયા ૨૦૨૩માં સહભાગી થવા આવેલા ફોકસકોનના ચેરમેન પ્રથમવાર ગુજરાત આવ્યા છે.

• મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠક દરમિયાન તેમણે ભારતમાં તેમની કંપનીના ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

• મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તેમને ગુજરાતે જાહેર કરેલી ‘સેમી કન્ડક્ટર પોલીસી ૨૦૨૨-૨૭’ માં મળતા લાભો અને અન્ય પ્રોત્સાહનોની વિગતો બેઠક દરમિયાન આપી હતી.

• ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ બનવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સજ્જ છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

• ફોક્સકોનના ચેરમેનશ્રીએ ગુજરાત તેમના સંભવિત રોકાણોમાં અગ્રસ્થાને રહેશે તેમ આ તકે જણાવ્યું હતું.

• મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને સાયન્સ ટેકનોલોજી સચિવ શ્રી વિજય નેહરા આ બેઠકમાં જોડાયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM