સુરત ખાતે “Cyber Security Workshop”આયોજન

સ્માર્ટ સિટિઝ મિશન, મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ, ભારત સરકાર દ્વારાતમામ૧૦૦ સ્માર્ટ સિટીઓમાંICCC ની સાયબર સિક્યુરિટી સંદર્ભેતા.૭ અને ૮ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ નેશનલ લેવલના“Cyber Security Workshop”નું Surat Urban Observatory and Emergency Response Center(ICCC), અલથાણ, સુરત ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આજ રોજ તા. ૦૭/૦૮/૨૦૨૩ નાં રોજ વર્કશોપનાં પ્રથમ દિવસે સુરત મહાનગરપાલિકાનાં કમિશનરશ્રીમતીશાલીની અગ્રવાલ, નેશનલ સિક્યુરીટી કાઉન્સિલ સેક્રેટરીએત (NSSC) નાં જોઈન્ટ સેક્રેટરી(સાઈબર) શ્રી મેજર જનરલ મનજીત સિંહ અને ડિરેક્ટર (સાઈબર) શ્રી કર્નલ દેબાશીષ બોસ, સ્ટાન્ડર્ડરાઈઝેશન ટેસ્ટીંગ એન્ડ ક્વોલિટી સર્ટીફીકેશન (STQC) નાંહેડ આઈ.ટી.શ્રી સુરેશ ચંદ્ર તેમજ અન્ય ૦૫ પ્રતિનિધિઓ, સુરત મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશનર અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડનાં સી.ઈ.ઓ. શ્રીમતી સ્વાતિબેન દેસાઈ, સ્માર્ટ સિટિઝ મિશન, MoHUA નાં પ્રતિનિધિઓ તેમજ તેમજ ૧૦૦ સ્માર્ટ સિટીઓ પૈકીની ૨૦ સ્માર્ટ સિટીઓનાં અંદાજીત ૩૫ પ્રતિનિધિઓ હાજર ICCC ખાતે હાજર રહેલ તેમજ બાકીનાં સ્માર્ટ સિટીઓ વર્ચ્યુઅલી હાજર રહેલ.

સદર વર્કશોપનાં આજનાં પ્રથમ સેશનની શરૂઆતમાં સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડનાં સી.ઈ.ઓ. શ્રીમતી સ્વાતિબેન દેસાઈ દ્વારા વર્કશોપમાં સુરત ખાતે ઉપસ્થિત રહેલતથા ઓનલાઈન જોડાયેલ તમામ ડેલીગેટ્સને આવકારમાં આવેલ અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકાનાં કમિશનરશ્રીમતીશાલીની અગ્રવાલ દ્વારા તમામ ડેલીગેટ્સોને સંબોધિત કરવામાં આવેલ તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારાICCC ખાતે કરવામાં આવતી વિવિધ કામગીરીઓ વિષે માહિતી આપવામાં આવેલ.

ત્યારબાદ નેશનલ સિક્યુરીટી કાઉન્સિલ સેક્રેટરીએત(NSSC) નાં જોઈન્ટ સેક્રેટરી(સાઈબર) શ્રી મેજર જનરલ મનજીત સિંહ દ્વારા“Smart City CyberThreat Landscape” વિષય ઉપર અને સ્ટાન્ડર્ડરાઈઝેશન ટેસ્ટીંગ એન્ડ ક્વોલિટી સર્ટીફીકેશન (STQC)  નાંહેડ આઈ.ટી.શ્રીસુરેશ ચંદ્ર દ્વારા“Overview of Smart City Assessment SOP” વિષય ઉપર પ્રેઝન્ટેશન  કરવામાં આવેલ. તદુપરાંત STQC  નાં અન્ય ઉપસ્થિતપ્રતિનિધિઓ દ્વારા પણ વિવિધ વિષયો ઉપર વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવેલ.

બપોરબાદનાં સેશનમાં સુરત ખાતે ઉપસ્થિત રહેલ તમામ ડેલીગેટ્સ દ્વારાસુરત મહાનગરપાલિકાનાંICCCનાં કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવેલ.સુરત મહાનગરપાલિકા દ્વારાICCC ખાતે કરવામાં આવતી વિવિધ કામગીરીઓ વિષે શ્રી જીગર પટેલ, ઈ.ચા. ડિરેક્ટર (આઈ.ટી.) દ્વારા વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવેલ.

વધુમાં, આવતીકાલેતા. ૦૮/૦૮/૨૦૨૩ સદર વર્કશોપનાં બીજા દિવસેસ્ટાન્ડર્ડરાઈઝેશન ટેસ્ટીંગ એન્ડ ક્વોલિટી સર્ટીફીકેશન (STQC) નાંપ્રતિનિધિઓદ્વારા વિવિધ વિષયો ઉપર તેમજ ચંડીગઢ સ્માર્ટ સિટી અને વારાણસી સ્માર્ટ સિટી દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવનાર છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM