રિલાયન્સે ઝાંખર ગામના મુક્તિધામને જીર્ણોદ્ધાર કરી જનસેવામાં સમર્પિત કર્યું

જામનગર (ભરત ભોગાયતા)

લાલપુર તાલુકાના ઝાંખર ગામના મુક્તિધામ સંકુલનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ નવનિર્માણ કરીને ગ્રામજનોને સુપરત કરાયું છે.
ઝાંખર ખાતેનું આ મુક્તિધામ (સ્મશાન) સંકુલ અગાઉ અત્યંત જર્જરિત હાલતમાં હતું. આ અંગે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રુ. 72 લાખના ખર્ચે આ સંકુલનું નવનિર્માણ કર્યું છે. આ નવનિર્માણ હેઠળ મુક્તિધામના મુખ્ય દરવાજા, ડાઘુઓની સ્નાનવિધિ માટેની વ્યવસ્થા, લાકડાના સ્ટોરેજની સુવિધા ઉપરાંત અહીં શાંતિકુટિરનું પણ નિર્માણ કરાયું છે. ઝાંખર ગામે કુલ 35 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં થયેલાં આ નવીનિકરણ પ્રોજેક્ટ હેઠળ સંકુલમાં ભગવાન શિવજીની પ્રતિમા સ્થાપવા ઉપરાંત આશરે 1650 વૃક્ષો અને ફૂલછોડનું વાવેતર કરીને ‘સ્મૃતિવન’ બનાવવાનો પ્રયાસ કરાયો છે.
આ લોકાર્પણ પ્રસંગે ઝાંખર ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ આ અત્યંત મહત્વની સુવિધા ઉપલબ્ધ કરી આપવા બદલ શ્રી ધનરાજભાઈ નથવાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *