ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ તથા ૨૪ સુરત લોકસભાના સાંસદ અને કેન્દ્રીય રેલવે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોષની સંયુક્ત પત્રકાર પરિષદ

ચોમાસુ સંસદીય સત્ર સમાપ્તિ અને “મેરી મિટ્ટી મેરા દેશ ” ના ઉપક્રમે નવસારી- સુરત લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ તથા ૨૪ સુરત લોકસભાના સાંસદ અને કેન્દ્રીય રેલવે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોષની સંયુક્ત પત્રકાર પરિષદ .

હાલમાં સમાપ્ત થયેલ ચોમાસુ સત્ર તથા “મેરી મિટ્ટી મેરા દેશ ” વિષય ઉપર નવસારી- સુરત લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ તથા ૨૪ સુરત લોકસભાના સાંસદ અને કેન્દ્રીય રેલવે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોષની સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું .

જેમાં ૨૪ સુરત લોકસભાના સાંસદ અને કેન્દ્રીય રેલવે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોષ દ્વારા પ્રથમ ઉદબોધન કરતા સૌ પ્રથમ તેમણે હિમાચલ પ્રદેશમાં હાલમાં જે કુદરતી આફત આવી છે તેમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી .ત્યાર બાદ તેમણે જે ભવ્ય ” ભારત મંડપમ ” નું નિર્માણ કરવામાં આવ્યું છે , તેના વિશે માહિતી આપી હતી . સાથે તેમણે ૫૦૮ જેટલા આધુનિક રેલવે સ્ટેશનના નિર્માણ વિશે પણ માહિતી આપી હતી .તેમણે મણિપુરમાં બનેલી હદયદ્રાવક ઘટના નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ વિશે પૂર્ણ માહિતી સદનમાં આદરણીય ગૃહ પ્રધાન શ્રી અમિતભાઇ દ્વારા આપવામાં આવી હતી અને પ્રધાનમંત્રીશ્રી દ્વારા પણ તે વિશે વાત કરવામાં આવી હતી છતાં પણ વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા માત્ર અને માત્ર નકારાત્મક વાતો જ કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો .તેમણે ગૃહ મંત્રી દ્વારા ખરડો લાવી બ્રિટિશ રાજ્યના કાયદાઓ સુધારવામાં આવ્યા તેનો તથા વિશ્વકર્મા યોજનામાં ૩૦ લાખ કારીગર પરિવારોને લાભ થશે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો .નવસારી- સુરત લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે જે પગલાં લેવામાં આવ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો .ઉજ્જવલા યોજના , શૌચાલય યોજના , આયુષ્યમાન કાર્ડ યોજના , વંદે ભારત ટ્રેન ના નિર્માણ વિશે પણ તેમણે માહિતી આપી હતી .દેશની આઝાદી ના ૭૫ વર્ષની ઉજવણી નિમિતે ” આઝાદીકા અમૃત મહોત્સવ ” અંતર્ગત યોજાયેલી તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન નો પણ તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તથા તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી દ્વારા કાયદામાં સુધારો કરાતા હવે સામાન્ય માનવી પણ પોતાના ઘરે તથા કામની જગ્યાએ તિરંગો લહેરાવી શકશે .તેમણે ” મેરી મિટ્ટી મેરા દેશ ” કાર્યક્રમનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ અંતર્ગત હર ઘરની માટી અને ચપટી ચોખા લેવામાં આવશે અને દરેક ગામમાં ૩૧ ઓક્ટોબર સુધી આ માટી અને ચોખા વડે અમૃત વનનો કાર્યક્રમ યોજવામાં આવશે .ઉપરોક્ત પ્રસંગે ભારતીય જનતા પાર્ટી – સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરા , સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા,ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાલા , શ્રી મહેન્દ્રભાઈ પટેલ , ભારતીય જનતા પાર્ટી – સુરત શહેર મહામંત્રી શ્રી મુકેશભાઈ દલાલ , શ્રી કાળુભાઇ ભીમનાથ , ધારાસભ્યશ્રીઓ શ્રીમતી સંગીતાબેન પાટીલ , શ્રી પ્રવીણભાઈ ઘોઘારી , શ્રી કાંતિભાઈ બલર , શ્રી અરવિંદભાઈ રાણા , ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઇ દવે , સુરત શહેરના પૂર્વ મેયર શ્રી જગદીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *