
અમદાવાદ ખાતે અમદાવાદ મેનેજમેંટ એસોસિયેશન હોલમાં તારીખ 20 ઓગસ્ટ, રવિવારે સવારે 9.30 વાગ્યા થી “સંઘર્ષનું સરનામું” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગાથા – ગૌરવવંતી ગુજરાતણ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યો. આ સંસ્થા ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતની બહેનો ને આગળ લાવવા કામ કરે છે. આ પુસ્તકમાં ગુજરાતમાં અલગ અલગ ઠેકાણે વસતી 28 સ્ત્રીઓના સંઘર્ષની ગાથાનું આલેખન કરવામાં આવ્યું છે. આ પુસ્તકની પરિકલ્પના વર્ષા મજેઠીયા ની હતી અને સંપાદન ભૂમિકા વિરાણી એ કર્યું. આ પુસ્તક માટે આશરે 75 જેટલી બહેનો એ ફોર્મ ભર્યા હતાં એમાં થી 28 બહેનોની ગાથા લેવામાં આવી. એમનો સંઘર્ષ અને એમની સફર લોકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપશે . આ 28 બહેનોની પસંદગી નિર્ણાયક રીમા શાહ અને તેજલ વસાવડા થકી થઈ. આ વિમોચન પ્રસંગે તમામ 28 બહેનો અમદાવાદ ખાતે હાજર રહી અને એમનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે બિજલબેન પટેલ (પૂર્વ મેયર અમદાવાદ), સોનલબેન જોશી (એડવોકેટ), ડૉ. ફાલ્ગુની વસાવડા (પ્રોફેસર, સોશિયલ મીડિયા ઈનફ્લૂએન્સર), મોના થીબા (એકટર), નેહા શાહ (ફિટનેસ પ્રોફેશનલ), જ્યોતિ ઉનડકટ (લેખક, પત્રકાર) ઉપસ્થિત રહ્યા હતાં. આ પુસ્તકનો મુખ્ય હેતુ નારી ના સંઘર્ષને, એનાં કામ ને લોકો સુધી પહોંચાડવાનો છે. આ કાર્યક્રમનું સંચાલન ભૂમિકા વિરાણી એ કર્યું હતું.
