અંકલેશ્વર માં જોય બ્લડ સ્ટોરેજ સેન્ટરનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ

મહાવીર ટર્નીંગ ટ્રેડ સેન્ટર ખાતે જોય સર્જીકલ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે બ્લડ બેંક સેવા તેમજ જીયાન સુપર સ્પેશિયાલિસ્ટ ઓ.પી.ડી સેન્ટર નો પ્રારંભ કરવામાં આવ્યો : કોમ્પોનન્ટ બ્લડ સેવા થી લઇ દર્દી ને જરૂરિયાત મુજબ ના વિવિધ બ્લડ યુનિટ મળશે : વધુ એક બ્લડ બેન્ક સેવા શરુ થતા તાલુકા વાસીઓ ને મળી રાહત

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર માં જોય બ્લડ સ્ટોરેજ સેન્ટરનો પ્રારંભ ધારાસભ્ય ઈશ્વર સિંહ પટેલ ના હસ્તે કરવામાં આવ્યો હતો. મહાવીર ટર્નીંગ ટ્રેડ સેન્ટર ખાતે જોય સર્જીકલ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે બ્લડ બેંક સેવા તેમજ જિયાન સુપર સ્પેશિયાલિસ્ટ ઓ.પી.ડી સેન્ટર નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોમ્પોનેટ બ્લડ સેવા થી લઇ દર્દી ને જરૂરિયાત મુજબ ના વિવિધ બ્લડ યુનિટ મળશે. વધુ એક બ્લડ બેન્ક સેવા શરુ થતા તાલુકા વાસીઓ ને રાહત થઇ છે.

એક તબક્કે બ્લડ સેવા ને લઇ અંકલેશ્વર ના દર્દી ના સગા ને ભરૂચ. સુરત અને વડોદરા સુધી દોડવું પડતું હતું. ખાસ કરીને કોમ્પોનન્ટ બ્લડ સેવા જેમાં પી.સી.વી., પ્લેટલેટ, પ્લાઝમા માટે અનેકવિધ સમસ્યા નડતી હતી. જો કે હવે અંકલેશ્વર માં પણ વધુ એક બ્લડ સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર મહાવીર ટર્નીંગ ખાતે આવેલા ટ્રેડ સેન્ટર માં જોય સર્જીકલ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માં બ્લડ સ્ટોરેજ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કોઈપણ પ્રકારના બ્લડ ની જરૂરિયાત ઉભી થાય તો તે 24 કલાક મળી રહેશે. આ સેવાનો પ્રારંભ અંકલેશ્વર- હાંસોટ મતવિસ્તાર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિયાન સુપર સ્પેશિયાલિસ્ટ ઓ.પી.ડી સેન્ટર ની પણ શરૂઆત કરવામાં આવી હતી જે ઓ.પી.ડી હેઠળ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો પોતાના અંકલેશ્વર દર્દી ઓ માટે અહીં આવી સારવાર આપી શકે તેમજ તેના રોગનું નિદાન કરી શકે તે માટે જિયાન ઓપીડી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હોસ્પિટલના ડો.જીગ્નેશ પટેલ, ડૉ. ધર્મિષ્ઠા પટેલ તેમજ પાલિકા પ્રમુખ વિનય વસાવા., તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ સ્ટોરેજ સેન્ટર અંગે માહિતી આપતા ડૉ જીગ્નેશ પટેલ એ જણાવ્યું હતું. કે અહીં દર્દી વિવિધ કોમ્પોનન્ટ બ્લડ માટે અગવડતા પડતી હતી જેને લઇ દર્દી ના જીવ પર જોખમ ઊભું થયું હતું. ત્યારે કોઈપણ દર્દી નો જીવ બ્લડ ને લઇ ના જાય તેવા શુભ ઉદ્દેશ્ય સાથે સુરત ની સરદાર વલ્લભ પટેલ બ્લડ બેન્ક સાથે સંકલન કરી જોય બ્લડ સ્ટોરેજ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં 24 કલાક દર્દી માટે કોઈપણ પ્રકાર ના બ્લડની જરૂરિયાત હશે તે મળી રહેશે. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. કે આરોગ્ય ક્ષેત્રે દર્દી માટે બ્લડ સ્ટોરેજ સેન્ટર થાકી બ્લડ ની જરૂરિયાત માટે દર્દી ને મદદરૂપ થશે તો જિયાન ઓ.પી.ડી સેન્ટર થકી મલ્ટી સ્પેશિયાલિસ્ટ તબીબ ની સેવા નો લાભ ઘર આગણે મળી રહેશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *