રિપોર્ટ,મયુર પટેલ

નવસારી જિલ્લા આચાર્ય સંઘની સામાન્ય સભા રવિવાર સવારે પીપલગભાણ એમજી વશી હાઈસ્કૂલમાં મળી હતી. જેમાં આગામી બે વર્ષ ની ટર્મ માટે આચાર્ય સંઘના અધ્યક્ષ, પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો ની વરણી કરાઈ હતી. જેને ઉપસ્થિત શિક્ષણવિદો એ વધાવી લીધી હતી.
સભા નાં પ્રારંભે ચૂંટણી કમિશનર નવસારી શેઠ એસસી પારેખ હાઈસ્કૂલ નાં આચાર્ય રાજેશભાઈ ટંડેલ અને શારદા મંદિર હાઈસ્કૂલનાં આચાર્ય નીતિનભાઈ ટંડેલ એ આચાર્ય સંઘના બંધારણ પ્રમાણે હોદ્દેદારની વરણી અંગે જાણકારી પ્રદાન કરી હતી. અને સભા ને હોદ્દેદારો માટે દરખાસ્ત રજૂ કરવા આહવાન કર્યું હતું. જેમાં આચાર્ય સંઘના પ્રમુખ તરીકે રાનકુવા બીએલ પટેલ સાર્વ. વિદ્યામંદિર નાં આચાર્ય અને અગાઉ આચાર્ય સંઘમાં મહત્વનાં હોદ્દા ઉપર સર્વોત્તમ કામગીરી કરનાર સંજયસિંહ પરમાર ની સર્વાનુમતે વરણી કરાઈ હતી.
અધ્યક્ષપદે સુઠવાડ હાઈસ્કૂલ ના આચાર્ય પ્રકાશ ગાંવિત, ઉપાધ્યક્ષ તરીકે પીપલગભાણ એમજી વશી ના આચાર્ય દર્શનભાઈ દેસાઈ, ઉપપ્રમુખ પદે રૂમલા હાઈસ્કૂલના આચાર્ય કિરીટભાઈ પટેલની વરણી કરાઈ હતી. જે આચાર્ય સંઘ માટે ખૂબ ઉપયોગી પુરવાર થશે કિરીટભાઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘમાં વર્ષોથી પ્રમુખ તરીકે બિરાજમાન હતા સેનેટ મેમ્બર તરીકે અનેક વર્ષો કામ કર્યું એક વજનદાર નેતૃત્વ આચાર્ય સંઘ ને પ્રાપ્ત થયું છે. મહામંત્રીપદે દિગેન્દ્રનગર હાઇસ્કુલ નાં હર્ષદસિંહ પરમાર ની વરણી કરાઈ હતી. જેને જુદી જુદી શાળામાંથી ઉપસ્થિત ૧૧૫ જેટલા આચાર્યએ વધાવી લીધી હતી. નવસારી જિલ્લા આચાર્ય સંઘ માં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ મળી ૨૩૫ જેટલી શાળાઓ આચાર્ય સભ્ય છે. નવસારી જિલ્લા શિક્ષણ જગતમાં આચાર્ય સંઘ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. આચાર્ય સંઘના પ્રમુખ સંજયસિંહ પરમાર ઉપસ્થિત તમામ આચાર્ય નો આભાર વ્યક્ત કર્યો હતો. નવી ટીમના તમામ સભ્યોએ આભાર દર્શન સાથે નવસારી જિલ્લા શિક્ષણ જગત માટે હકારાત્મક અભિગમ દાખવવા સાથે ગ્રાન્ટેડ શાળાના પ્રશ્નો બાબતે જરૂરી સંકલન કરી શાળાઓના હિતમાં નિર્ણય માટે પ્રતિબધ્ધ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નવસારી જિલ્લા આચાર્ય સંઘ ની નવી ટીમને રાજ્ય આચાર્ય સંઘના હોદ્દેદારો તેમજ દક્ષિણ ઝોનના પ્રમુખ પૂર્વ બોર્ડના સભ્ય પ્રવિણસિંહ રણા (ભરૂચ) એ અભિનંદન પાઠવ્યા હતા. નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ્રી ટંડેલ એ નવી ટીમને અભિનંદન પાઠવી ગુજરાત રાજ્યમાં સતત અગ્રેસર નવસારી જિલ્લાને વધુ ઊંચાઈ પ્રદાન કરવા આહવાન કર્યું હતું.
નવસારી જિલ્લા આચાર્ય સંઘ ની નવી ટીમ
અધ્યક્ષ : પ્રકાશ ગાંવિત (શુઠવાડ વૃંદાવન હાઈ.), પ્રમુખ :સંજયસિંહ પરમાર (રાનકુવા બીએલ સાર્વ.), મહામંત્રી: હર્ષદસિંહ પરમાર (દિગેન્દ્ર નગર જે એમ પટેલ સાર્વ.), ઉપપ્રમુખ: કિરીટભાઈ પટેલ (રૂમલા જાગૃતિ વિદ્યાલય) અને મહેન્દ્રસિંહ પરમાર (વાંસદા શ્રી પ્રતાપ હાઈ.), મંત્રી:કેતનકુમાર પટેલ (બીલીમોરા શેઠ એમસીઝેડ હાઈ.) અને ભરતકુમાર પટેલ (સાદકપોર શ્રેયસ હાઇસ્કુલ), સંગઠનમંત્રી : હરીશ લાડ (ઓંજલ હાઈસ્કૂલ), શૈલેષભાઇ પટેલ (પીપલખેડ હાઇસ્કુલ), મિતલબેન દેસાઈ (ગણદેવી ડીઆઈ કાપડીયા કન્યાવિદ્યાલય), પ્રકાશ પટેલ (સરીખુરદ હાઈસ્કૂલ), અનિલ ટંડેલ (તલાવચોરા હાઈસ્કૂલ) અને જગદીશ પટેલ (વાવ હાઈસ્કૂલ) કોષાધ્યક્ષ : નીતિન ટંડેલ (વિજલપોર શારદા મંદિર), સારસ્વત મંત્રી : મુકેશ પટેલ (બલવાડા હાઇસ્કુલ), આંતરિક અંવેષક:કમલકાંત ટંડેલ (બીલીમોરા ટાટા હાઈસ્કૂલ) અને કલ્યાણ નિધિ મંત્રી : રતિલાલ ગાંવિત (વેલણપુર હાઈસ્કૂલ) ની વરણી કરાઈ હતી.