



સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ ની સલગ્ન સંસ્થા શ્રી સી જે પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીસ – BCA દ્વારા આજ રોજ અનંત ચતુર્દશિ ના પાવન દિવસે ગણપતિ વિસર્જન દિવસ ની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત BCA કોલેજ ના વિધ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા બહુ વિવિધ કાર્યક્રમો જેમ કે સંસ્કૃત શ્લોક ગાન , ગણપતિ ભજન- ગીત તથા ડાંસ નું આયોજન કરવામાં આવ્યું. આ ઉજવણી સાથે રિદ્ધિ – સિદ્ધિ ના દેવતા અને વિઘ્નહર્તા પાસે સુખ , સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય ની પ્રાથના કરી. આવતા વર્ષે ફરી થી પધારવા માટે આજીજી કરવામાં આવી. આવા કાર્યક્ર્મ દ્વારા આપણી સંસ્કૃતિ તથા ધાર્મિક ભાવના સાથે વિધ્યાર્થીઓ માં સંસ્કાર નું સિંચન થાય છે આવા કાર્યક્રમ ના આયોજન માટે યુનિવર્સિટિ ના પ્રોવોસ્ટ ડો. પી. એમ. ઉદાની સર , રજિસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદી સર , ટેકનિકલ ડાઇરેક્ટર ડો. એચ. એન. શાહ સર તથા યુનિવર્સિટિ ના પ્રેસિડેંટ પ્રકાશ પટેલ સર દ્વારા સંસ્થા ને શુભેચ્છા પાઠવવા માં આવી.