ટેકનોલોજી યુગમાં યુવાઓ માટે પુસ્તકો સાચા મિત્ર બનશેમાંડવી તાલુકાના કાઠડામાં કચ્છના પ્રથમ એવા સોનલ શક્તિ વાચનાલયમાં સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને રહેવા તેમજ નાસ્તા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.આ વાચનાલયમાં વિવિધ નોકરીઓ ની તક્કોઅંગે માર્ગદર્શન આપતા પુસ્તકોનો ખજાનો મુકાયો છે . ગામના યુવા વિદ્યાર્થીઓ સરકારી નોકરી ક્ષેત્રે કારકિર્દી ઘડી શકે તેવા આશય સાથે શરૂ કરાયેલા આ વાચનાલયમાં રાત્રી રોકાણ તેમજ ચાય અને સૂકો નાસ્તો મળે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.આ ઉપરાંત સવારે સ્નાનની સુવિધા પણ મળી રહેશે.આવી વિશિષ્ટ સુવિધા સાથેના કચ્છના પ્રથમ પુસ્તકાલયને ખુલ્લું મૂકતાં અખિલ કચ્છ ચારણ સમાજના અધ્યક્ષ વિજય ગઢવીએ વિદ્યાર્થીઓને તેનો પૂરતો લાભ લેવા અનુરોધ કર્યો હતો . તેમણે સરકારી નોકરી માટે જરૂરી એવા માર્ગદર્શનની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો . સરપંચ ભારૂ ભાઈ ગઢવીએ તમામ દાતાઓનો આભાર માન્યો હતો.લોકાર્પણ પ્રસંગે જાદવજી ગઢવી , વીરેન્દ્ર કાનાણી , દેવાંગ વિજાણી , કમશ્રીબેન , શિવરાજ ગઢવી , માણશી ગઢવી , લખમશી વાડિયા , હરેશ ગઢવી , દિનેશભાઇ , ઇશ્વરભાઇ , રાજેશભાઇ સહિતના ચારણ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કમલમ દૈનિક,અજય ખત્રી- કચ્છ


