“મારી માટી, મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત માણસા તાલુકાના સમૌ ગામે અમૃત કળશ યાત્રા’ યોજાઈ

“મારી માટી, મારો દેશ-માટીને નમન, વીરોને વંદન”   

“આઝાદી કા અમૃત મહોત્સવ” ને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ-માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત માણસા તાલુકાના સમૌ ગામે  ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ

આ તકે  માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ.પટેલ એ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની ઉજવણી કરાઇ રહી છે. દેશના વીર શહીદોની યાદમાં ઠેર ઠેર ‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમો દરમિયાન એકઠી થયેલી માટીને કળશમાં મુકીને ‘અમૃત કળશ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. માણસા તાલુકાના તમામ ગ્રામ પંચાયતોમાંથી એકઠી કરેલી માટી તાલુકા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવશે. આ માટીમાંથી રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર “અમૃતવાટિકા” નું નિર્માણ કરવામાં આવશે. જે આપણા દેશ માટે શહાદત વહોરનાર દરેક વીર જવાનને સાચી શ્રદ્ધાંજલિ હશે.

આ કાર્યક્રમ વીરો અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ગામના આગેવાનો, વડીલો, ભાજપાના કાર્યકર્તાઓ, હોદ્દેદારો તથા શાળાના બાળકો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *